રાજકોટ: આ વર્ષની શરૂઆતથી જ સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અઅ દરમિયાન વધુ એક વખત ભાવ વધારો થયો છે. તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે શાકભાજી બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સીંગતેલમાં ફરી ડબ્બાના ભાવમાં વધારો થયો છે. તેલનો ડબ્બો 2900 રૂપિયા થવામાં માત્ર 10 રૂપિયા ઓછા છે. સીંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો. આ વધારા બાદ સીંગતેલ ડબ્બાનો ભાવ 2890 થયો છે.
ADVERTISEMENT
નવા વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવે માઝા મૂકી હતી. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો હતો. લોકો માટે તેલ ખાવુ મોંઘુ બની રહ્યું છે. આવામાં ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. તેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે. ગુજરાતની ગૃહિણીઓનું ફરી એક વખત બજેટ ખોરવાયું છે. તહેવારોની સિઝન પહેલા જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવ 2870 થી વધીને 2890 થયો છે. અચાનક આવેલ ભાવ વધારથી વેપારીઓ તેમજ ગ્રાહકોની ચિંતામાં વધારો થયો છે.
ફરસાણના ભાવમાં લાગશે આગ
વર્ષની શરૂઆતથી જ સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સિંગતેલના ભાવમાં સતત ભાવવધારોના કારણે ફરસાણ સહિતની વસ્તુના ભાવમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે આ ભાવ વધારાથી અનેક લોકોનું બજેટ ખોરવાઇ શકે છે. તહેવારો નજીક આવતા સિંગતેલના ભાવમાં વધારો થતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
(વિથ ઈનપુટ: નીલેશ શિશાંગિયા, રાજકોટ)
ADVERTISEMENT