ઓનલાઈન જીવનસાથી શોધનાર માટે લાલ બતી સમાન કિસ્સો, ભેજાબાજો AI નો કરે છે આ ઉપયોગ

અમદાવાદ: દેશભરમાં સાયબર ફોડ સતત વધી રહ્યું છે. આ દરમિયાન સાયબર ફ્રોડનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન જીવન સાથી શોધનાર માટે લાલ બતી સમાન…

gujarattak
follow google news

અમદાવાદ: દેશભરમાં સાયબર ફોડ સતત વધી રહ્યું છે. આ દરમિયાન સાયબર ફ્રોડનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન જીવન સાથી શોધનાર માટે લાલ બતી સમાન કિસ્સો સામે આવ્યો છે. ટેકનોલોજીના ઉપયોગથી ઓનલાઈન જીવનસાથી શોધનાર સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન એપથી યુવક અને યુવતી બંને સંપર્કમાં આવ્યા અને ધીરે ધીરે વાત શરૂ થઈ. પરંતું નાણાંકીય સહાયની વાત બાદ સામે આવ્યું કે જે યુવક સાથે યુવટી જીવનવિતાવવાના સપના જોઇ રહી હતી. તે યુવકનું હકીકતમાં કોઈ અસ્તિત્વ જ ન હતું.

ભેજાભાજો ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નિર્દોષ લોકોનો ફાયદો ઉઠાવવાંનો એક પણ મોકો નથી છોડતા. ત્યારે આવો એક કિસ્સો સામે આવતા CID (crime)ના સાયબર એક્સપર્ટ્સ, ક્રાઈમ બ્રાંચ અને લોકલ પોલીસ વિભાગે ઓનલાઈન જીવનસાથી શોઘી રહેલાં લોકો માટે ચેતવણી આપી છે. જેઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા છેતરવામાં આવે છે. આવો જ એક કિસ્સો સૌરાષ્ટ્રમાંથી સામે આવ્યો છે પણ આ અંગે કોઈ ફરિયાદ નથી થઈ. પિતાએ પોતાની દીકરી માટે સંભવિત વરરાજાની તપાસ અંગે જામનગર આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે.

પાંચ વર્ષ પહેલા જ યુવક મૃત્યુ પામ્યો હતો
પિતાએ તેમની દીકરીને ઓનલાઈન મેટ્રોમોની સાઈટ પર યુવક સાથે વાત થઈ રહી હતી. કથિત સંકટમાથી બહાર આવવા માટે નાણાકીય સહાય માટે યુવકની વિનંતીએ પિતાને આ જામનગરની મુલાકાત પ્રેરિત કર્યા હતા. પિતાને જ્યારે જાણવા મળ્યું કે, જે યુવકની પ્રોફાઈલે તેમની દીકરીની કલ્પનાને મોહિત કરી હતી, પાંચ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો હતો. આ વાત જાણીને પિતાને ભારે આઘાત લાગ્યો હતો. ગુજરાત પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, અપ્રાણિક સાયબર છેતરપિંડી કરનારાઓએ તેના ફોટોગ્રાફ્સ અને વિગતો સાથે છેડછાડ કરી હતી. અખબારો અને સોશિયલ મીડિયાના સ્નિપેટ્સનો ઉપયોગ કરીને એક આકર્ષક અને ઈચ્છનીય પ્રોફાઈલ તૈયાર કરી હતી. આ બધું જ એક ઝીણવટભરી છેતરપિંડીનો ભાગ હતો.

પોલીસે આપી ચેતવણી
ધિકારીઓએ આવી નકલી પ્રોફાઈલ્સ કારણે જીવનસાથીની શોધ કરનારાઓને ચેતવણી આપી છે. એક અધિકારીએ જાહેર કર્યુ કે, તેઓએ તાજેતરમાં જ ઈન્ટરનેટ પરથી કથિત વરરાજા અને દુલ્હનની 5000થી પણ વધુ નકલી પ્રોફાઈલનો ખુલાસો કર્યો છે. ભેજાબાજો AI જનરેટેડ ઈમેજનો ઉપયોગ કરે છે. ડીપ ફેક ઓડિયો અને વિડીયો કન્ટેન્ટ બનાવવા માટે AIનો ઉપયોગ કરે છે અને નાગરિકો પાસેથી રુપિયા પડાવવા માટે સાધન તરીકે ઉપયોગમાં લે છે.

    follow whatsapp