Rajkot News: ગરમીની સિઝન શરૂ થતાં જ કેરી પણ બજારમાં વેચાવાની શરૂ થઈ જાય છે, કેરી એ તમામ લોકોની ફેવરિટ હોય છે અને એટલે જ કેરીને ફળોનો રાજા કહેવાય છે. માર્કેટ અનેક જાતની કેરીઓ મળી રહી છે. પરંતુ રાજકોટના એક ખેડૂતે એવી દુર્લભ કેરીનું ઉત્પાદન કર્યું છે, જેની કિંમત બે, પાંચ, દસ હજાર કે એક લાખ પણ નહીં પરંતુ 2.5 લાખથી ત્રણ લાખ રૂપિયા છે. આ કેરીનું નામ છે "મિયાઝાકી કેરી".આ કેરીનું ઉત્પાદન માત્ર જાપાનના મિયાઝાકી શહેરમાં થાય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 2.50થી 3 લાખ છે. જેનું ઉત્પાદન રાજકોટના ખેડૂતે કરી બતાવ્યું છે. આ મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી માનવામાં આવે છે.
ADVERTISEMENT
શા માટે આટલી મોંઘી?
મિયાઝાંકી કેરી માત્ર જાપાનના મિયાઝાકીમાં જ થાય છે અને આ કેરીના ખાવાના અનેક ફાયદાઓ છે. આ કેરીમાં વિટામિન C, A અને કેન્સર સામે લડવા માટે જરૂરી તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે અને આ કેરીની મીઠાશ પણ અન્ય કેરી કરતા અલગ જ પ્રકારની હોય છે. આ કેરી 300થી 400 ગ્રામ સુધીની હોય છે, જેનો કલર સામાન્ય કેરી કરતા અલગ છે. જાંબલી કલર જેવો આ કેરીનો કલર હોય છે.
આટલી મોંઘી કેરીના મળે છે ગ્રાહકો?
કેરી ઉગડનાર ખેડૂત જયસુખ રાદડીયાએ જણાવ્યું હતું કે, હાલમાં ભારતમાં અનેક લોકો આ કેરી જાપાનથી મંગાવે છે અને તેમની પાસે પણ આ કેરી માટે અત્યારથી જ ડિમાન્ડ આવી રહી છે. આ વખતે હજુ આ કેરીનું ઉત્પાદન શરૂ થયું છે. આવતા વર્ષથી તેઓ આ કેરી વેચવાની શરૂઆત કરશે.
એક અન્ય દુર્લભ કેરીનું પણ ઉત્પાદન કર્યું
આ ઉપરાંત જયસુખ રાદડીયાએ એક અન્ય દુર્લભ કેરીનું પણ ઉત્પાદન કર્યું છે. જેનું નામ KING OF CHAKAPAT છે. જે કેરીનું એક નંગ એક કિલોથી લઈને 1200 ગ્રામ સુધીની હોય છે. આ કેરીની પણ જાપાનમાં શોધ કરવામાં આવી છે. આ ઉપરાંત જયસુખ રાદડીયાએ અલગ અલગ 80 પ્રકારની કેરીઓનું ઉત્પાદન કર્યું છે.જેમાંથી મોટા ભાગની કેરીની જાત મોટા ભાગના લોકોના ધ્યાનમાં ન હોય તેવી છે.
રિપોર્ટઃ રોનક મજીઠીયા, રાજકોટ
ADVERTISEMENT