વિપિન પ્રજાપતિ/પાટણ : જિલ્લામાં એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં નકલી પોલીસ અને પત્રકાર બનીને વેપારીઓને લૂંટતી ટોળકી સાથે બિનકાયદેસર ચાઇનીઝ દોરીનો વ્યાપાર શરૂ કર્યો હતો. પાંચ મિત્રોએ ચાઇનિઝ દોરીનો વ્યાપાર કરતા એક વેપારીને ફોન કર્યો અને દોરીની માંગણી કરી હતી. વેપારી દોરી આપવા ગયો તો નકલી પોલીસ અને પત્રકાર તરીકેની ઓળખ આપીને ધમકાવ્યો હતો. ત્યાર બાદ તેની પાસેથી 50 હજાર રૂપિયાની માંગ કરી હતી. પૈસા નહી મળતા 3500 રોકડા અને 5 હજાર રૂપિયાનો મોબાઇલ લઇ લીધો હતો. અપહરણ કરીને માર માર્યો હતો.
ADVERTISEMENT
અસલી પોલીસ આવી પહોંચતા ભાંડો ફુટ્યો
આ ઘટના જો કે જ્યારે ચાલી રહી હતી ત્યારે અસલી પોલીસ આવી ગઇ હતી. આ ઘટનામાં નકલી પોલીસ અને પત્રકારની ટોળકીના બે શખ્સોને ઝડપીને ઓળખ કરી તો પોલીસ પણ ચોંકીઉઠી હતી. કારણ કે તે પૈકી એક આરોપી તાજેતરમાં જ વિધાનસભાની ચૂટણી લડ્યો હતો.
નકલી પોલીસ અને પત્રકાર બનીને તોડ કરતો હતો
નકલી પોલીસે બનેલી તોફીક ઉમરભાઇ મન્સુરી 2022 ની વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડ્યો હતો. જો કે તેની કારમી હાર થઇ હતી. જેના ઉપર પહેલાથી જ 7 જેટલા ગુના નોંધાયેલા છે. સત્તા નહી મળતા નકલી પોલીસ બનીને ટોળકી બનાવીને તોડ કરતો હતો. જો કે આખરે તે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. હાલ તો પોલીસ તેણે આ રીતે કેટલા તોડ કર્યા તે દિશામાં તપાસ કરી રહી છે.
પાટણમાં અપક્ષ વિધાનસભા ચૂંટણી પણ લડી શક્યો હતો
પાટણના પાંચ શખ્સો જેમાં વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ લડેલો તોફીક ઉમર મન્સુરી, મુર્તઝાઅલી અબાલહુસૈન સૈયદ, ઝહીર ભટીયાર, માજીદખાન સિંધી અને અન્ય એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. આ ટોળકીએ એક ચાઇનીઝ દોરીનો વ્યાપાર કરતા એક વ્યક્તિને ટાર્ગેટ કર્યો હતો. આખરે સમગ્ર ટોળકી તોડ કરી રહી હતી ત્યારે પોલીસ પહોંચી જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
ADVERTISEMENT