ભુજ: રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત બાદ હવે ભુજમાં હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. ભુજ તાલુકા ના ભારાપર ગામ માં રોડ ઉપર ઉભેલા વ્યક્તિ ને બેફામ દોડતી કારે ઉડાડ્યા. રસ્તા પાસે ઊભેલી એક વ્યક્તિને પૂરપાટ આવતી કારે જોરદાર ટક્કર મારી હતી, જેથી તે વ્યક્તિ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈ હતી.ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે કાર ચાલક અકસ્માત કરી નાસી છૂટયો છે.
ADVERTISEMENT
આ અકસ્માત સર્જી કારચાલક માણસાઈ નેવે મૂકી અને ફરાર થઈ ચૂક્યો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફત ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સર્વરાર્થે મોકલવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર અકસ્માતની સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
આ પણ વાંચો:પોલીસને ચકમો આપી ફરાર થનાર હિસ્ટ્રી શીટર એન્થોની પોલીસના સકંજામાં, ધરાવે છે આ ગુનાહિત ઇતિહાસ
પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
સીસીટીવી ફૂટેજ માં કાર પહેલા દૂર ઊભી રહે છે અને અચાનક પુરપાટ ઝડપે આગળ વધે છે. આ દરમિયાન રોડની સાઈડમાં ઉભેળ વ્યક્તિને ટક્કર મારે છે. ટક્કર એટલી ગંભીર છે કે સાઈડમાં ઉભેળ વ્યક્તિ ફૂટબોલની જેમ ફંગોળાઈ છે. આ દરમિયાન માનવતા નેવે મૂકી કાર ચાલક કાર લઈ નાસી છૂટે છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ માનકૂવા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ તો માનકુવા પોલીસ દ્વારા કારચાલક વિરુદ્ધ કારચાલકને ગોતવાની કામગીરી હાથ ધરી છે. અકસ્માત બાદ આજે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને પોલીસ દ્વારા સીસીટીવી ના આધારે કારચાલકની શોધ ખોળ શરૂ કરી છે. જ્યારે ઇજાગ્રસ અલાઉદ્દીન ભઠ્ઠી હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.
(વિથ ઈનપુટ: કૌશિક કાંઠેચા, કચ્છ )
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT