હરામીનાળા નજીક 5 બોટ સાથે એક પાકિસ્તાની ઝડપાયો

દેશનું આઝાદીપર્વ નજીક આવી રહ્યું છે ત્યારે આજે ફરી એકવાર કચ્છના દરિયા કિનારેથી પાકિસ્તાની માછીમાર 5 બોટ સાથે ઝડપાયો છે. કચ્છના દરિયા કિનારે અનેક વખત…

gujarattak
follow google news

દેશનું આઝાદીપર્વ નજીક આવી રહ્યું છે ત્યારે આજે ફરી એકવાર કચ્છના દરિયા કિનારેથી પાકિસ્તાની માછીમાર 5 બોટ સાથે ઝડપાયો છે. કચ્છના દરિયા કિનારે અનેક વખત પાકિસ્તાની બોટ જોવા મળતી હોય છે ત્યારે આજે 05 ઓગસ્ટ 2022ના રોજ સવારે, BSF ભુજની પેટ્રોલિંગ પાર્ટીએ 01 પાકિસ્તાની માછીમારની ધરપકડ કરી હતી અને 5 પાકિસ્તાની માછીમારી બોટ આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના હરામીનાળા વિસ્તારમાંથી જપ્ત કરી હતી.

BSFના પેટ્રોલિંગે આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે કેટલીક બોટની હિલચાલ જોતા, પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને એક પાકિસ્તાની માછીમારની ધરપકડ કરી અને હરામીનાળા વિસ્તારમાંથી 05 પાકિસ્તાની બોટ જપ્ત કરી અને આગળની કાર્યવવાહી હાથ ધરી છે. ખરાબ હવામાન, ભેજવાળા વિસ્તારો અને પાણીના સ્તરમાં વધારો થવાને કારણે BSF જવાનોની હિલચાલ મુશ્કેલ અને પડકારજનક બની છે. જેના પરિણામે અન્ય માછીમારો આંતરરાષ્ટ્રીય સરહદની નજીક આવેલા પાકિસ્તાન તરફ ભાગી ગયા હતા. જપ્ત કરાયેલી બોટની સઘન તપાસ કરવામાં આવી હતી. બોટમાંથી માછીમારીની જાળ અને સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી.

ગઈકાલે 2 બોટ ઝડપાઇ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ પણ કચ્છના હરમીનાળા વિસ્તારમાં થી બે પાકિસ્તાની બોટ મળી આવી હતી. જો કે તેમાં રહેલા મુસાફરો ભગવામાં સફળ થયા હતા. ગઈકાલે બીએસએફની પેટ્રોલિંગ ટીમને પાકિસ્તાનીઓએ તેમની નજીક આવતા જોઈ ઇન્ટરનેશનલ બોર્ડર પાસે બોટ છોડી પાકિસ્તાન તરફ નાસી છૂટયા હતા. આ બોટને બીએસએફએ જપ્ત કરી પોતાના કબ્જામાં લીધી હતી. જપ્ત કરવામાં આવેલી બોટની સઘન તપાસ કરવામાં આવી હતી. બોટમાંથી માછીમારીની જાળ અને સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. બોટમાંથી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી ન હતી.

    follow whatsapp