નીલેશ શિશાંગિયા, રાજકોટ: ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે, જેને લઈને ચિંતા વધી છે. ક્યારેક ક્રિકેટના મેદાનમાં તો ક્યારેક બેઠા બેઠા યુવાઓના હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. આટકોટમાં મહિલાને હાર્ટએટેક આવતા મોત થયું છે. સવારે પુત્રના લગ્ન થયા હોવાથી ઘરમાં ખુશીનો માહોલ અચાનક માતમમાં પરિવર્તિત થયો.
ADVERTISEMENT
દિવસે ને દિવસે હાર્ટ એટેકથી લોકોના મૌત થઇ રહ્યા છે. ત્યારે આ મામલે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ સ્પષ્ટ જવાબ નથી આપી રહી. આ દરમિયાન ફરી એક વખત રાજકોટ આટકોટના ગાયત્રી નગરમાં રહેતા 50 વર્ષીય શારદાબેન રામાણીનું હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે.
ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો
શારદાબેન રામાણી પોતાના ઘરે પુત્રના લગ્નની ખુશી મનાવી રહ્યા હતા. આ દરમિયાન સવારે પુત્રના લગ્ન થયા અને સાંજે શારદાબેન ને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમનું મોત થયું હતું. પરિવારમાં ખુશીનો માહોલ શોકમાં છવાયો.
આટકોટમાં છવાયો શોકનો માહોલ
રાજ્ય સહિત દેશમાં સતત હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હાર્ટ એટેકથી મોતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન રાજકોટ જિલ્લાના આટકોટમાં પુત્રના લગ્નના દિવસે જ માતાનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ નાના એવા આટકોટ ગામમાં પણ શોકનો માહોલ છવાયો છે.
ADVERTISEMENT