ગુજરાત માટે ગૌરવની ક્ષણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જિલ બિડેનને ગિફ્ટ કરેલ ગ્રીન ડાયમંડ સુરતની લેબમાં તૈયાર થયો!

સંજય રાઠોડ, સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. જ્યાં તેમને લેબમાં તૈયાર કરવામાં આવેલ ડાયમંડ ભેટમાં આપવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેબમાં…

gujarattak
follow google news

સંજય રાઠોડ, સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. જ્યાં તેમને લેબમાં તૈયાર કરવામાં આવેલ ડાયમંડ ભેટમાં આપવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેબમાં તૈયાર કરવામાં આવેલ ડાયમંડની ભેટ સુરતની ડાયમંડ કંપનીમાં બની છે. જે ડાયમંડ કંપનીમાં હીરાનું ઉત્પાદન થાય છે તેના માલિક મુકેશ પટેલ છે, જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ નજીકના ગણાય છે. આ વાતની પુષ્ટિ વડાપ્રધાન સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલી તેમની તસવીરોથી થાય છે.

સુરતના હીરાના વેપારી મુકેશ પટેલ સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં ગ્રીન લેબ ડાયમંડ્સ નામથી હીરાનું કારખાનું ચલાવે છે. સુરતના હીરાના વેપારી મુકેશ પટેલના પુત્ર સ્મિત પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનને 7.5 કેરેટની લેબમાં તૈયાર કરવામાં આવેલા હીરાની ભેટ આપવી એ માત્ર સુરત માટે જ નહીં પરંતુ દેશ માટે ગૌરવની વાત છે.

અઅ રીતે તૈયાર થાય છે ડાયમંડ
સ્મિત પટેલે જણાવ્યું હતું કે આ માત્ર સુરત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. આ હીરા જાતે તૈયાર થાય છે. આ હીરા સુરતમાં બને છે. કટિંગ પોલિશ થાય છે અને હવે આ હીરા સમગ્ર વિશ્વમાં પહોંચી ગયો છે. આ હીરાને કેમિકલ દ્વારા લેબમાંથી બનાવવામાં આવ્યો છે. આ હીરા બિલકુલ માઈનીંગ ડાયમંડ જેવો છે. આ હીરાને સૌર અને ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.

જાણો કેટલી છે કિમત
આપણા દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે 7. 5 કેરેટના હીરા બનાવવા પાછળ હીરાની કિંમત કેટલી છે તે કહી શકાય નહીં. આ ઉદ્યોગ લાખો લોકોને રોજગારી પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. ભારત આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ બની શકે છે. કારણ કે આ હીરા ભારતમાં જ ઉત્પન્ન થાય છે. અને કાપીને પોલિશ કરીને દેશ અને દુનિયામાં મોકલવામાં આવે છે. તેની જ્વેલરી પણ બનાવવામાં આવે છે. હું કહીશ કે લાખો લોકોની મહેનત છે જેમણે પોતાની મહેનતથી આ ઉદ્યોગને આ સ્થાન સુધી પહોંચાડ્યું છે.

    follow whatsapp