અમદાવાદ : અમદાવાદના SG હાઇવે પરની એક હોટલમાં રૂમ રાખીને રહેતી અને સ્પામાં કામ કરતી મિઝોરમની એક યુવતીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત નિપજ્યું છે. હોટલના રૂમમાંથી તે શંકાસ્પદ હાલતમાં મળી આવી છે ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હોટલ સ્ટાફની પુછપરછ પણ શરૂ કરવામાં આવી હતી. જો કે પોલીસ પણ યુવતીનું મોત કયા કારણથી થતું તે અંગે તપાસ ચલાવી રહી છે. યુવતીનો મૃતદેહ હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે.
ADVERTISEMENT
એસજી હાઇવે પર આવેલી ક્રિષ્ના પેલેસ હોટલમાં યુવતી રૂમ ભાડે રાખીને રહેતી હતી. યુવતી જે સ્પામાં નોકરી કરતી હતી તેની પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. યુવતીનું નામ રેબેકા એફ થનઝાવા હોવાનું અને તેની ઉંમર 24 વર્ષની હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ અંગે માહિતી મળતા બોડકદેવ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. આ બાબતે યુવતીના પરિવારને જાણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત હોટલ સ્ટાફની પુછપરછમાં સામે આવ્યું કે, તે પોતાના કોઇ મિત્ર સાથે રહેવા માટે આવી હતી.
જો કે યુવતીના શરીર પરથી કોઇ ઇજાના નિશાન નથી મળી આવ્યા. જેથી સમગ્ર મામલો ગુંચવાઇ ગયો છે. જેથી યુવતીનું પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટેના આદેશ અપાયા છે. રિપોર્ટ બાદ જ યુવતીના મૃત્યુનું કારણ સામે આવશે. જો કે હાલમાં તો પોલીસ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે. હોટલના સીસીટીવી પણ કબજે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તે ત્યાં નોકરી કરતી હતી ત્યાના
ADVERTISEMENT