Gandhinagar માં પબજી રમવા બાબતે તરૂણે પોતાના જ મિત્રની હત્યા કરી

ગાંધીનગર : ગેમ અને ઇન્સ્ટાગ્રામ રીલ જેવી બાબતોથી યુવાનો ખોટા માર્ગે ચડી રહ્યા છે. જેના કારણે ન માત્ર વાલીઓ પરંતુ અનેક મનોચિકિત્સકો અને દેશના PM…

gujarattak
follow google news

ગાંધીનગર : ગેમ અને ઇન્સ્ટાગ્રામ રીલ જેવી બાબતોથી યુવાનો ખોટા માર્ગે ચડી રહ્યા છે. જેના કારણે ન માત્ર વાલીઓ પરંતુ અનેક મનોચિકિત્સકો અને દેશના PM મોદી પણ પરેશાન છે. હાલમાં જ પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં તેમણે પોતાની ચિંતા પણ વ્યક્ત કરી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ અંગે ચેતવણી આપી હતી.

સમાજમાટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે
ગાંધીનગરથી એક ખુબ જ ચોંકાવનારા અને સમાજ માટે લાલબત્તી સમાન ઘટના બની હતી. ગાંધીનગર જિલ્લાના કલોલના નારદીપુરા ગામમાં એક ખુબ જ ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં પબજી રમવા મુદ્દે કેટલાક મિત્રો વચ્ચે માથાકુટ થતા એક તરૂણે પોતાના જ મિત્રની છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી.

તરૂણે પબજી જેવી સામાન્ય બાબતે હત્યા કરતા નાનકડા ગામમાં ચકચાર
ઘટનાને પગલે ચકચાર મચી ગઇ હતી. એક તરૂણ વયનો યુવક પબજી રમવા જેવી સામાન્ય બાબતે પોતાના જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 4 શંકાસ્પદ તરૂણોની અટકાયત કરીને પુછપરછ શરૂ કરી છે. ઘટનાને પગલે નાનકડા ગામમાં ચકચાર મચી ગઇ છે.

    follow whatsapp