અમદાવાદ : વડાપ્રધાન મોદી ચૂંટણીના પગલે એક પછી એક ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અહીં તેમણે સિવિલ હોસ્પિટલમાં રહેલા અનેક પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. અહીં હાજર તમામ લોકોનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. મોદી શૈક્ષણિક સંકુલને તેમણે ખુલ્લુ મુક્યું હતું. આ સંકુલના કારણે સામાન્ય લોકોને ખુબ જ મોટો ફાયદો થશે તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. ITI નું મહત્વ સમજાવતા તેમણે વિશેષ મહત્વ આપવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ સંપત્તિવાન કરતા સામાન્ય માણસના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સામાન્ય માણસ ખુબ જ મહાન હોય છે. તે બીજુ કંઇ પણ કરે ન કરે પરંતુ ક્યારે પણ કોઇનું ખરાબ થાય તેવું તો નથી જ કરતો અને તેનાથી જ ભગવાન રાજી રહે છે.
ADVERTISEMENT
– ગઇ કાલે માં મોઢેશ્વરીના દર્શન કર્યા અને આજે સમાજદેવતાના દર્શન કરી રહ્યો છું
– જનરલ કરિયપ્પાએ એકવાર કહ્યું હતું કે, એકવાર તેઓ પોતાના ગામમાં ગયા. વિશ્વમાં મારૂ સ્થાન ખુબ જ મોટુ બન્યું છે પરંતુ જ્યારે મારા ગામના લોકો મારૂ સન્માન કરે તે મારા માટે આનંદની વાત છે.
– મારા માટે પણ સમાજના ચરણમાં આવવું અને સમાજના હસ્તે સન્માનિત થવું મારા માટે ખુબ જ મોટા ગર્વની બાબત છે.
– ખુબ જ નાનકડો સમાજ અને અત્યંત સામાન્જ જીવન જીવતા લોકો માટે આટલું મોટુ કામ કરવું ખુબ જ ભગીરથ કાર્ય હતું.
– વિશ્વનો અભ્યાસ કરો તો ખબર પડશે કે એ સમાજ જ આગળ આવ્યો છે જેણે શિક્ષણને પ્રાથમિકતા આપી હોય.
– આપણા સમાજમાં કોઇ તલાટી બને તો પણ કલેક્ટર જેવું લાગતું, આજે સ્થિતિ ધીરે ધીરે બદલાઇ રહી છે.
– આપણા સમાજે બીજુ કંઇ પણ કરવાના બદલે શિક્ષણનું કામ કર્યું તે સારી બાબત છે. થોડા મોડા પડ્યા પણ સાચી દિશામાં છીએ.
– આપણો સમાજ ગામોગામ પથરાયેલો અને છુટોછવાયો રહ્યો છે, આ સમાજ ક્યારે પણ કોઇને નડ્યો હોય તેવું ક્યારેય નહી સાંભળી શકો. તકલીફો વેઠી, હકનું જતું કરવું પડ્યું હશે તેમ છતા પણ આ સમાજ કોઇને નડ્યો નહી હોય.
– આજે સમગ્ર મોદી સમાજ એક થયો તેનો મને ખુબ જ આનંદ છે. કળીયુગમાં કહ્યું છે કે, સંઘ શક્તિ કલિયુગે.
– આ જ સમાજનો દિકરો ગુજરાતમાં લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહ્યો હોય, દેશનો વડાપ્રધાન બન્યો હોય તે સમાજ માટે ગર્વની વાત છે. સમાજનો એક પણ વ્યક્તિ મારી પાસે કામ લઇને ક્યારેય આવ્યો નથી કે મને શરમાવ્યો નથી.
– મારુ કુટુંબ પણ મારાથી દુર રહ્યું છે અને તેના કારણે જ સમાજ મને ન નડ્યો તે રીતે હું પણ ક્યારે કોઇને નડ્યો નહી.
– આ સમાજે ક્યારે પણ મોકો મળ્યો છે મેળ પાડી દો તેવો રસ્તો અપનાવ્યો જ નહી. તે માટે સમાજને મારા વંદન છે.
– શ્રમની એક વિશેષ મહત્વ છે અને તેનું ગૌરવ લેવું જોઇએ.
– શ્રમજીવી ગમે તે કરે પરંતુ કોઇનું ખરાબ થાય તેવું ક્યારેય નથી કરતા
– આવનારી પેઢીઓ ગૌરવભેર અને સ્વમાનભેર પ્રગતી કરી શકે છે.
– બાળક ઉચ્ચ અભ્યાસ ન કરી શકે તો કોઇ નહી પરંતુ તેને સ્કિલ ડેવલપમેન્ટ માટે તક આપશો
– બાળકોને સ્કિલ ડેવલપ હશે તો તેઓ ખુબ જ આગળ વધશે.
– આગામી સમય એવો હશે જ્યારે ભણતર કરતા ગણતર કરેલા લોકોની માંગ હશે.
– આગામી સમયમાં સ્કિલવાળા યુવાનોની માંગ ખુબ જ મોટી હશે. લોકો ડિગ્રી નહી કામની આવડત જોઇને નોકરી પર રાખશે.
ADVERTISEMENT