છોટાઉદેપુર : ભાજપના પૂર્વ પ્રમુખ એક યુવકને ગ્રુપના મેસેજ કરવા બદલ ધમકીઓ ઉચ્ચારી હતી. ત્યાર બાદ એક મહિલાનો મેસેજ કરનારા યુવકને ધમકી આપતા સમગ્ર મામલો વિવાદિત બન્યો હતો. હાલ આ સમગ્ર મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ થઇ છે. આ અંગે હાલ તો પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. બીજી તરફ સમગ્ર ફરિયાદમાં આરોપી ભાજપના છોટાઉદેપુરના પૂર્વ પ્રમુખનું નામ સામે આવતા મામલો ગરમાયો છે.
ADVERTISEMENT
પાવીજેતપુરના ભાજપના ઉપપ્રમુખે યુવાનને ફોન કરી મારી નાખવાની ધમકી આપી
સુત્રો અનુસાર પાવીજેતપુરમાં રહેતો સંદીપ રાઠવા નામના વ્યક્તિએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી કે, તેઓ બિરસા નામનું એક ગ્રુપ ચલાવે છે. જેમાં સામાજિક કાર્યક્રમ અને સમાજની ઉન્નતી માટેના કેટલાક સંદેશાઓ ફોરવર્ડ થતા હોય છે. થોડા સમય પહેલા તેમણે એક સમાચાર પત્રનું કટિંગ ભાજપના ગ્રુપમાં મુક્યું હતું. જો કે આ કટિંગ જોઇને છોટાઉદેપુર ભાજપના પૂર્વ પ્રમુખ જશુ રાઠવાએ તેને ફોન કરીને ધમકાવ્યો હતો. જેનું કટિંગ છે તે મારો દીકરો છે તેમ કહીને ધમકી આપી હતી અને અપશબ્દો કહ્યા હતા.
ઉપપ્રમુખના પત્નીએ પણ અપશબ્દો કહ્યા
જો કે થોડા સમય બાદ કોઇ મહિલાનો ફોન આવ્યો હતો. તે મહિલાએ પોતાનું નામ લીલાબેન કહ્યું હતું અને ત્યાર બાદ તેઓએ પણ ધમકી આપીને ખુબ જ ગંદી ગાળો આપી હતી. હાલ તો આ સંદીપભાઇએ આ બંન્ને ઓડિયો ક્લિપ આપીને ભાવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે આ અંગેની ફરિયાદ કરીને તપાસ આદરી છે. આ અંગેની ઓડિયો ક્લિપ પર હાલ ખુબ જ વાયરલ થઇ રહી છે.
ADVERTISEMENT