કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક, ભાજપને સૌરાષ્ટ્રની તમામ બેઠકો ગુમાવવી પડે તેવું જડબેસલાક આયોજન

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ રાજકીય પક્ષો હવે ફરીએકવાર સક્રિય થયા છે. તમામ લોકો જનતાને રિઝવવા…

gujarattak
follow google news

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ રાજકીય પક્ષો હવે ફરીએકવાર સક્રિય થયા છે. તમામ લોકો જનતાને રિઝવવા માટે કોઇ વચનો આપી રહ્યા છે, કોઇ પોતે કરેલા કામ ગણાવી રહ્યા છે.જો કે કોંગ્રેસ હાલ ભાજપ પર મોંઘવારી મુદ્દે આક્રમક પ્રહારો કરતી જોવા મળે છે. AAP ની એન્ટ્રીથી રાજનીતિ વધારે રસપ્રદ બની છે. એક્ટિવ થઇ ચુકેલી ગુજરાત કોંગ્રેસ 2017 નું પરિણામ પુનરાવર્તિત કરીને સીટો વધારીને પોતાની સરકાર રચવાના ઇરાદે ફરીએકવાર મચી પડી છે.

લલિત કગથરા દ્વારા ભવ્ય યાત્રાનું આયોજન
આ અંગે જણાવતા કોંગ્રેસી ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાએ સૌરાષ્ટ્રની તમામ સીટો કબ્જે કરવા માટે માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે. આ માટે તેઓ સૌરાષ્ટ્રમાં ચલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર યાત્રાનું આયોજન કરવા જઇ રહ્યા છે. લલિત કગથરા, અંબરીશ ડેર અને ઋત્વીજ મકવાણા આ યાત્રાની આગેવાની કરશે. 28 મી સપ્ટેમ્બરે કોંગ્રેસના ટોચના નેતાઓની હાજરીમાં આ યાત્રા શરૂ કરવામાં આવશે.

રેસકોર્સ ગ્રાઉન્ડથી શરૂ થશે યાત્રા
રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થતી આ યાત્રા ખોડલધામ જશે. આ યાત્રામાં જૂનાગઢ, જેતપુર અને ધોરાજી તથા રાજુલાના ધારાસભ્યો પોતાના વિસ્તારમાંથી રેલી સ્વરૂપે ખોડલધામ આવશે. તમામ સ્થળોથી લોકો ખોડલધામ પહોંચશે. અહીં નરેશ પટેલ આ યાત્રાનું સ્વાગત કરશે. ભવ્ય યાત્રા બાદ વિશાળ રેલી પણ અહીં આયોજીત કરવામાં આવશે. આ યાત્રા જેતપુર જુનાગઢ થઇને ગઠીલા ઉમિયા માતાના મંદીરે પહોંચશે. ત્યાર બાદ આ યાત્રા માણાવદરથી ઉપલેટા થઇને સિદસર પહોંચશે.

કોંગ્રેસ ભાજપની સરકારમાં નાગરિકોને થયેલા નુકસાન બાબત જાગૃતિ લાવશે
કોંગ્રેસ નાગરિકોને પોતાની જવાબદારીઓ પ્રત્યે સભાન કરાવશે અને પોતે ચુંટાશે તો શું નાગરિકોને સુવિધા મળશે તેની માહિતી દરેક નાગરિક સુધી પહોંચાડશે. કોંગ્રેસ 2022 માં 125 સીટના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. રાજ્યમાં 52 હજાર બુથ ઇન્ચાર્જની નિમણુંક કરાશે. નાગરિકના અધિકાર પત્ર લઇ જશે. ભાજપની નિષ્ફળતા અને આ સરકાર ફરી આવે તો શું નુકસાન થઇ શકે તે અંગે પણ જાગૃત કરવામાં આવશે.

    follow whatsapp