સુરેન્દ્રનગરઃ ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે પ્રેમી પંખીડાઓએ આપઘાત કર્યો છે. ઝીંઝુડા ગામે પ્રેમી યુગલએ મંદિરના કમ્પાઉન્ડમાં ઝાડ પર ફાસો લગાવી આપઘાત કર્યો હતો. પોલીસને જાણ થતા પોલીસ એ યુવક અને યુવતીના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવક અને યુવતી મોરબી જીલ્લાના સુલતાનપુર ગામના હોવાનું સામે આવ્યુ છે.
ADVERTISEMENT
યુવક અને યુવતી બે દિવસ પહેલા ઘરેથી નાસી છુટ્યા હતા
યુવક અને યુવતી બે દિવસથી ઘરેથી નાસી છુટ્યા હતા. મૃત્યુ પામનારા યુવકનું નામ વિશાલ લાભુભાઇ પાટડીયા અને યુવતી સપના મુન્નાભાઇ સીસણોદા હોવાનું સામે આવ્યુ છે. મરણ જનાર યુગલ પાસેથી રૂપીયા 50 ની ચલણી નોટ મળી આવી અને તેની પર યુવતીએ લખેલ હતુ કે, યુવકને હું ભગાડીને લાવી છું યુવક મને નથી ભગાડી ગયો.
મોરબીમાં બે ભાઇઓનાં ડુબી જવાના કારણે નિપજ્યાં મોત
બીજી તરફ મોરબીમાં પણ બે ભાઇઓનાં મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. મોરબીના લાલપર ગામ નજીક આવેલ કેનાલમાં ડૂબી જતાં બે યુવાનના મોત નિપજ્યાં હતા. ગત રાત્રીના સમયે કેનાલ કાંઠેથી મોબાઈલ અને કપડાં મળી આવતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
આજે સુરજભાઈ અને સાગરભાઈ નામના બે યુવકના મૃતદેહ મળી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનો એ બંને મૃતદેહો ને બહાર કાઢી પરિવારજનોને સોંપ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ખસેડવામાં આવ્યા છે.
(વિથ ઇનપુટ સાજીદ બેલિમ, રાજેશ આંબલીયા)
ADVERTISEMENT