ઉનાળુ વેકેશન ગુજરાતને ફળ્યું: અમદાવાદની આ સ્થળે બહોળી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા, આંકડો જોઈ ચોંકી જશો

દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે.

અમદાવાદ ન્યૂઝ

Ahmedabad News

follow google news

Summer Vacation: દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે ઉનાળા વેકેશનના સમયગાળા દરમિયાન 1 એપ્રિલથી 10 જૂન 2024 સુધીમાં રાજ્યના 12 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. વર્ષ 2023માં, એપ્રિલ અને મે મહિનાના સમયમાં 1.14 કરોડ પ્રવાસીઓએ આ સ્થળોની મુલાકાત લીધી હતી, જેની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 17 ટકાનો વધારો નોંધાયો છે. 

આ પ્રવાસન સ્થળોએ પહોંચ્યા પ્રવાસીઓ

આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો જેમ કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી (SoU), અટલ બ્રિજ, રિવરફ્રન્ટ-ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, વડનગર, ગીર અને દેવળીયા સફારી તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં.

ક્રમ પ્રવાસન સ્થળ એપ્રિલ-23 એપ્રિલ-24 મે-23 મે-24
1 SoU અને આકર્ષણો 158605 176942 185989 266835
2 અટલ બ્રિજ 209218 184924 264956 241581
3 રિવરફ્રન્ટ-ફ્લાવર પાર્ક 14965 38538 14718 16548
4 કાંકરિયા તળાવ 517438 534639 664400 575987
5 પાવાગઢ મંદિર 647712 678508 523307 533281
6 અંબાજી મંદિર 518464 947714 648890 927423
7 સાયન્સ સિટી-અ'વાદ 79984 87010 127568 108408
8 વડનગર 31247 41302 33341 35152
9 સોમનાથ મંદિર 762558 564676 1018113 924585
10 દ્વારકા મંદિર 658403 527378 657606 1103110
11 ગીર-દેવળીયા સફારી 68580 55998 116011 106935
12 અમદાવાદ મેટ્રો 1563501 2306591 2005374 2547534
કુલ   5230675 6144220 6260273 7387379

અમદાવાદ પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટીનેશન

‘ખુશ્બુ ગુજરાત કી’ માણવા આવતા પ્રવાસીઓમાં હેરિટેજ શહેર અમદાવાદ સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે. વર્ષ 2023-24માં પ્રવાસીઓની સંખ્યાની બાબતે અમદાવાદ સૌથી પસંદગીનું સ્થળ અને જિલ્લો રહ્યો છે. 

 

ટોપ 10 જિલ્લા (વર્ષ 2023-24)

   

ટોપ 10 પ્રવાસન સ્થળ (વર્ષ 2023-24)

 
ક્રમ જિલ્લો પર્યટકોની સંખ્યા (લાખમાં) ક્રમ પ્રવાસન સ્થળ પર્યટકો (લાખમાં)
1 અમદાવાદ 426.96 1 અમદાવાદ શહેર 225.8
2 બનાસકાંઠા 185.21 2 અંબાજી મંદિર 164.6
3 ગીર સોમનાથ 139.43 3 સોમનાથ મંદિર 97.93
4 દેવભૂમિ દ્વારકા 138.29 4 દ્વારકા મંદિર 83.54
5 પંચમહાલ 104.43 5 કાંકરિયા તળાવ 79.67
6 સુરત 83.64 6 પાવાગઢ 76.66
7 મહેસાણા 83.21 7 સુરત શહેર 62.31
8 કચ્છ 75.21 8 સાબરમતી રિવરફ્રન્ટ 44.76
9 જુનાગઢ 66.07 9 SoU એકતાનગર 43.53
10 વડોદરા 57.7 10 ડાકોર 34.22

બજેટમાં ₹ 2077 કરોડની ફાળવણી

રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અને સંલગ્ન પ્રવૃત્તિઓને વેગ આપીને, રોજગારીની નવી તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે. ગુજરાત આવતા પ્રવાસીઓના અનુભવને બહેતર બનાવવા માટે પ્રવાસન પ્રભાગ માટે વર્ષ 2024-25ના બજેટમાં ₹ 2077 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે.

રાજ્યના પ્રવાસન આકર્ષણો દુનિયાભરમાં પહોંચ્યા

તાજેતરમાં, ભારતની યજમાનીમાં આયોજિત થયેલી G-20 બેઠકોનો એક દોર ગુજરાતમાં પણ રહ્યો હતો. રાજ્ય સરકારે, કચ્છના ધોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળોએ  G-20  બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કરીને, G-20 દેશના પ્રતિનિધિઓને રાજ્યના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવ્યો હતો. G-20 પ્રતિનિધિઓએ ધોળાવીરા, મોઢેરા સૂર્યમંદિર, અમદાવાદનો ઐતિહાસિક વારસો, ગિફ્ટ સિટી અને દાંડી કુટીર સહિતના આકર્ષણોની મુલાકાત લઇને તેની સરાહના કરી હતી. પ્રાચીન નગરોની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણું બની હતી અને તેમના પ્રતિભાવોમાં તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર વિશ્વની ધરોહર છે, જેને આવનારી પેઢી માટે સાચવી રાખવી જરૂરી છે.

    follow whatsapp