સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી પેપર બનાવવાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, તંત્ર દોડતું થયું

સુરત: રાજ્યમાં આગના બનવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આગની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી પેપર બનાવવાની ફેક્ટરીમાં…

gujarattak
follow google news

સુરત: રાજ્યમાં આગના બનવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આગની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી પેપર બનાવવાની ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે.  આગ પર કાબૂ મેળવવા માટે સુરત ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યો છે.

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી પેપર બનાવવાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી.આગના સમાચાર મળતા જ સુરત ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.આગના કારણે વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. સરથાણા પોલીસ સ્ટેશનની સામે જ એક ખુલ્લા પ્લોટમાં કાગળ બનાવવાની ફેક્ટરી ચાલી રહી હતી.જેમાં રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી.

આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ સતત શરૂ છે. આ દરમિયાન આગ ક્યા કારણોસર લાગી છે તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ત્યારે રાજ્યમાં આગ લાગવાના બનવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ફેક્ટરીમાં લાગેલ આગથી કોઈ વ્યક્તિને નુકશાન નથી થયું હોવાની વિગતો સામે આવી રહી છે. ત્યારે આગની ઘટનાથી દોડધામ મચી છે.

(વિથ ઈનપુટ: સંજય રાઠોડ, સુરત)

    follow whatsapp