અરવલ્લી : જિલ્લામાંથી પસાર થતી રતનપુર બોર્ડર પાસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક બપોરના સુમારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બીજી તરફ રતનપુર પાસેની રાજસ્થાનની હદમાં અકસ્માત સર્જાયો હતો. ક્રુઝર જીપ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ક્રુઝર જીપ પલ્ટી મારી જતા 9 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હોવાનું સામે આવી રહ્યું છે.
ADVERTISEMENT
તુફાન જીપની બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત
પ્રાથમિક માહિતી અનુસાર મુસાફરો ભરેલી ક્રુઝર ગાડીની બ્રેક ફેઇલ થઇ જવાના કારણે આગળ જઇ રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. તમામ ઘાયલોને સારવાર માટે લવાયેલા એક મુસાફરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. રાજસ્થાન પોલીસે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.
એસજી હાઇવે પર સર્જાયો વિચિત્ર અકસ્માત
બીજી તરફ અમદાવાદમાં પણ બપોરના સમયે એસજી હાઇવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ખોરજ ગામ નજીક એક સાથે પાંચ ગાડીઓનો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અચાનક એક ગાડીના ડ્રાઇવરે બેક મારતા એક પછી એક ધડાધડ પાંચ ગાડીઓ ધડાકાભેર અથડાઇ હતી. ગાડીઓના અકસ્માતને પગલે ખોરજ પાસે ટ્રાફીક જામની સ્થિતિ સર્જાઇ હતી. જો કે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.
(વિથ ઇનપુર હિતેશ સુતરિયા)
ADVERTISEMENT