બેદરકારીનુ બિહામણું ચિત્ર: મંત્રીના ઘરનજીક ખુલ્લી ગટરમાં ખાબકતા બાળકીનુ મોત

કામિની આચાર્ય/મહેસાણા : શહેરમાં સતત એક કલાકથી વધુ સમયથી પડેલા વરસાદ વચ્ચે વિસનગરમાં મંત્રી ઋષિકેશ પટેલના મકાનથી માત્ર ૧૦૦ મીટર દૂર ખુલ્લી ગટરને કારણે મોટી…

gujarattak
follow google news

કામિની આચાર્ય/મહેસાણા : શહેરમાં સતત એક કલાકથી વધુ સમયથી પડેલા વરસાદ વચ્ચે વિસનગરમાં મંત્રી ઋષિકેશ પટેલના મકાનથી માત્ર ૧૦૦ મીટર દૂર ખુલ્લી ગટરને કારણે મોટી હોનારત સર્જાઈ હતી. સાયકલ લઈને ઘરે જઈ રહેલી બાળકી ખુલ્લી ગટરમાં પડતા તંત્રમાં દોડધામ મચી હતી. બાળકીને ભૂગર્ભ ગટરમાંથી બહાર કાઢવા તંત્રએ બે કલાકથી વધુ સમયથી મથામણ કરી હતી. બે બાળકીઓ શાળાએથી પરત ફરી રહી હતી ત્યારે ખુલ્લી ગટરમાં ખાબકી હતી. જો કે એક બાળકીનો ચમત્કારીક બચાવ થયો હતો જ્યારે જ્યારે એક બાળકીનું મોત નિપજ્યું હતું.

બેદરકારીનું બિહામણું ચિત્ર: મંત્રીના ઘરનજીક ખુલ્લી ગટરમાં ખાબકતા બાળકીનું મોત
વિસનગર ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ખુલ્લી ગટરો અને ગળનારા જોખમી બન્યા છે, ત્યારે ખુલ્લી ગટરના કારણે એક બાળકીને જીવ ગુમાવવો પડ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના ઘરથી માત્ર 100 મીટર દૂર સાયકલ લઈને પસાર થઈ રહેલી કિશોરી ખુલ્લી ભૂગર્ભ ગટરમાં પડી છે.

બે કલાકથી ચાલી રહ્યું છે રેસક્યું ઓપરેશન
ઢાંકણ વિનાની ગટરમાં કિશોરી પડયાની જાણ થતા જ તંત્ર કામે લાગ્યું હતું. કિશોરીની ગટરમાં શોધખોળ માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. લગભગ બે કલાકથી વધુ સમય થવા છતાં બાળકીની ભાળ ન મળતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. ધોરણ આઠમાં અભ્યાસ કરતી કિશોરી ભૂગર્ભ ગટરના પાણીના વેણમાં તણાઈ હોવાની શક્યતા છે. બે કલાકથી પણ વધુ સમયથી ઓપરેશન ચાલી રહ્યું છે.

વરસાદના વ્હેણમાં બાળકી ઘસમસતા પ્રવાહમાં તણાઇ ગઇ
કિશોરીની શોધખોળ હાથ ધરાઈ છે ત્યારે મહેસાણા નગરપાલિકાના ફાયર અધિકારી હરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારી ટીમ વિસનગર રેસક્યુ કરવા પહોંચી છે. કિશોરી નાળા તરફ વરસાદી પાણીના વહેણમાં ખેંચાઈ હોવાનું હાલના તબક્કે માની શકાય. ભૂગર્ભ ગટરનો ઉપરનો કેટલોક ભાગ તોડીને જગ્યા કરી રેસ્ક્યુ ટીમ અંદર ઉતરીને કિશોરીની શોધખોર કરી રહી છે અમારી ટીમ સતત એક કલાકથી શોધખોરમાં લાગી છે.

શું કહે છે વિસનગરના ધારાસભ્ય અને મંત્રી ઋષીકેશ પટેલ?
વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આર એન બી, પ્રાંત અધિકારી, ફાયર સહિતની ટીમો બનાવના સ્થળે પહોંચી છે. હું પણ ઘટના સ્થળે જઈ રહ્યો છું. ભૂગર્ભ ગટરમા પડી ગયેલી કિશોરીની શોઘખોળ ચાલી રહી છે. હાલમાં રોડ તોડવો પડે તેવું લાગી રહ્યું છે. મે અધિકારીઓને આદેશ આપ્યો છે કે, ગમે તે કરવું પડે તે બાળકી શોધવી આપણી પ્રાથમિકતા છે.

બાળકીને બેભાનાવસ્થામાં બહાર કઢાઇ
જો કે બાળકીને ફાયર જવાનોને 2 કલાકની જહેમત બાદ બાળકીને શોધવામાં સફળતા મળી હતી. બાળકીને જ્યારે બહાર લાવવામાં આવી ત્યારે તે બેભાનાવસ્થામાં હતી. તત્કાલ તેને સારવાર માટે 108 ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવી હતી. જો કે તબીબી સુત્રો અનુસાર બાળકીનું મૃત્યું થઇ ચુક્યું છે.

    follow whatsapp