અરવલ્લીઃ મોડાસાનાં આલમપુર ખાતે માઝૂમ જળાશયની મુખ્ય કેનાલમાં ગાબડું પડી ગયું છે. જેના કારણે પિયત માટે જે પાણી છોડવામાં આવ્યું હતું, તે ખેતરોમાં વહેવા લાગ્યું હતું. આના કારણે ચારે બાજુ જાણે પાણીના નાના મોટા ખાબોચીયા ભરાઈ ગયા હતા. નોંધનીય છે કે અણધારી રીતે આમ ગાબડુ પડતા પાણી વેડફાયું તો ખરું પરંતુ હવે ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચવાની સંભાવના રહેલી હોય એમ લાગી રહ્યું છે. ચલો આના પર વિગતવાર નજર કરીએ…
ADVERTISEMENT
ખેતરોમાં પાકને નુકસાન થવાના એંધાણ..
મુખ્ય કેનાલમાં ગાબડુ પડી જતા પિયત માટે છોડાયેલું પાણી ખેતરોમાં વહેવા લાગ્યું હતું. એટલું જ નહીં આ પ્રમાણે પાણીનો પ્રવાહ અચાનક ધસી આવતા ખેડૂતોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કારણ કે આનાથી પાકને નુકસાન પહોંચવાની સાથે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે.
તાત્કાલિક સમારકામ કરવાની માગ ઉઠી..
ગઈકાલે મોડી રાત્રે કેનાલમાં ગાબડું પડી ગયું હતું. જેના પરિણામે પાણીનો પ્રવાહ ખેતરોમાં ધસી આવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમના પગલે હવે આ ગાબડાનું સત્વરે સમારકામ થાય એવી ગ્રામજનો માગ કરી રહ્યા છે. એટલું જ નહીં આવી સમસ્યા ફરીથી ન ઉદભવે એના માટે ખાસ તકેદારી રાખવા પણ તેમને અપિલ કરી છે.
With Input: હિતેશ સુતરિયા
ADVERTISEMENT