અમદાવાદ: શહેરના પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ પરની તાજ હોટલમાંથી મસમોટું જુગરધામ ઝડપાયું છે. વૈભવી હોટલમાં PCBએ બાતમીના આધારે રેડ પાડતા સમગ્ર મામલો સામે આવ્યો છે. જેમાં તાજ હોટલના માલિક પણ જુગાર રમતા ઝડપાયા છે.
ADVERTISEMENT
PCB મળી હતી કે અમદાવાદ શહેરની વૈભવી તાજ હોટલના સાતમા માળે રૂમ નંબર 721માં ગેરકાયદેસર પ્રવતિ ચાલી રહી છે. તો આ બાતમીના આધારે પોલીસે તાજ હોટલના સાતમા માળે રૂમ નંબર 721માં દરોડા પાડ્યા હતા.આ દરમિયાન હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું હતું. જેમાં 10 જુગારીઓ ઝડપાયા છે. આ જુગારીઓ પાસેથી પાના, કોઈન્સ રોકડ, મોબાઈલ ફોન સહિત 10 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
તપાસમાં સામે આવ્યું હતું કે એક અઠવાડિયાથી વૈભવી હોટલમાં રૂમો રાખીને જુગાર રમતા હતા. PCB ની રેડ દરમિયાન ઝડપાયેલ 10 જુગારીઓમાંથી એકનું નામ કૈલાશ ગોયેન્કા છે તે સંકલ્પ ગ્રુપના માલિક છે.તે પોતે તાજ હોટલના માલિક હોવાનું પણ ખુલ્યું છે. જ્યારે ઝડપાયેલ અન્ય લોકો બિલ્ડરો અને ઉદ્યોગપતિ હોવાનું તપાસના સામે આવ્યું છે.
આ પણ વાંચો: વાપીના વેપારી પર ઈન્કમ ટેક્સ વિભાગની તવાઈઃ શાહ પેપર મિલમાં IT અધિકારીઓના ધામા
આ આરોપીઓ ઝડપાયા
કૈલાશ રામઅવતાર ગોયન્કા
શંકરભાઈ મોહનભાઈ પટેલ
અજિત શાંતિલાલ શાહ
કનુભાઈ અંબાલાલ પટેલ
ભાવિન ઈન્દ્રજીત પરિખ
પ્રદિપ રામભાઈ પટેલ
જગદિશ ભગવાનભાઈ દેસાઈ
નરેન્દ્ર જીવણલાલ પટેલ
હસમુખ મફતલાલ પરીખ
ભરત મણિલાલ પટેલ
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT