વડોદરા : 19 વર્ષીય કોલેજીયન યુવક દક્ષ હસમુખભાઇ પટેલની હત્યાનો કિસ્સો પોલીસે ગણત્રીના સમયમાં ઉકેલી નાખ્યો છે. શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીક અલંકાર ટાવરના બેઝમેન્ટમાંથી યુવકનો મૃતદેહ મળતા પોલીસ દોડતી થઇ હતી. તપાસમાં દક્ષના મિત્ર પાર્થ કોઠારીએ જ તેનું કાસળ કાઢી નાખ્યું હોવાનું સામે આવ્યું હતું. બહેન સાથે પ્રેમને પ્રેમ સંબંધ હોવાની આશંકાને કારણે યુવકની ક્રુર રીતે હત્યા કરી નાખવામાં આવ્યાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
દક્ષને તેના જ ખાસ મિત્રએ મોતને ઘાટ ઉતાર્યો
દક્ષ હસમુખભાઇ પટેલને મોતને ઘાટ ઉતારના તેનો જ ખાસ મિત્ર પાર્થ કોઠારી હતો. જો કે દક્ષને પોતાની બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકાને કારણે તેણે જ હત્યા કરી નાખી હતી. પોલીસ પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીએ યુવકની હત્યા કરીને છરી અને સેન્ડલ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા હતા. હત્યાનું સમગ્ર કાવત્રું તેણે યુ ટ્યુબ અને વેબ સિરિઝ જોઇને ઘડ્યું હતું.
સવાર સુધી દક્ષ પરત ફર્યો જ નહોતો
દક્ષ રાત્રે 11 વાગ્યે એક્ટિવા લઇને ઘરેથી નિકળ્યો હતો. જોકે સવાર સુધી પરત નહી ફરતા પરિવાર ચિંતામા મુકાયો હતો. જેથી માંજલપુર પોલીસને જાણ કરતા પોલીસે પણ ઘટનાની ગંભીરતા જોઇ તત્કાલ તપાસ આદરી હતી. પોલીસે પરિવારને જાણ કરતા દક્ષ પટેલની શોધખોળ આદરી હતી.
અલંકાર ટાવરમાંથી મૃતદેહ મળી આવ્યો
તપાસ કરતા પોલીસને બાતમી મળી કે, અલંકાર ટાવરમાં આવેલા એક ખંડેર જેવા બેઝમેન્ટમાં એક લાશ મળી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા લાલ રંગના નાયલોનની દોરી જેવી વસ્તુથી પગ બાંધેલી હાલતમાં એક લાશ મળી આવી હતી. લાશની તપાસ કરતા પરિવારે તે દક્ષ જ હોવાની ઓળખ કરી હતી. દક્ષના પેટમાં તીક્ષણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારાયો હતો. ત્યાર બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ સમગ્ર કેસને ઉકેલી નાખ્યો હતો.
ADVERTISEMENT