પક્ષીને બચાવવા જતાં મળ્યું મોતઃ અમદાવાદના બોપલમાં હાઈ ટેન્શન વાયરને હાથ અડી જતાં ભડભડ સળગી ઉઠ્યા ફાયરકર્મી, પરિવારમાં શોક

Ahmedabad News: અમદાવાદના બોપલ વિસ્તારમાંથી દુઃખદ બનાવ સામે આવ્યો છે. બોપલ-ઘુમા રોડ પર આજે સવારે બર્ડ રેસ્ક્યુ કોલ એટેન્ડ કરતી વખતે હાથ હાઈ ટેન્શન વાયરને…

gujarattak
follow google news
Ahmedabad News: અમદાવાદના બોપલ વિસ્તારમાંથી દુઃખદ બનાવ સામે આવ્યો છે. બોપલ-ઘુમા રોડ પર આજે સવારે બર્ડ રેસ્ક્યુ કોલ એટેન્ડ કરતી વખતે હાથ હાઈ ટેન્શન વાયરને અહી જતાં ફાયર વિભાગના કર્મચારી અનિલ પરમારનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું. આ સમગ્ર ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

હાઈ ટેન્શન વાયરલ સાથે અડી ગયો હાથ

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ સાણંદના રહેવાસી અને બોપલ ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા અનિલ પરમાર તેમના સ્ટાફની સાથે બર્ડ રેસ્ક્યૂ કોલ એટેન્ડ કરવા માટે બોપલ-ઘુમા રોડ ઉપર આવેલ દેવ રેસિડેન્સી પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ પક્ષીને બચાવવા માટે ઉપર ચડ્યા હતા. ત્યારે તેમનો હાથ હાઈ ટેન્શન વાયરને અડી જતાં તેઓ ત્યાં જ ચોંટી ગયા હતા અને સેકન્ડમાં જ ભળભળ સળગી ઉઠ્યા હતા.

પરિવારમાં છવાયો શોકનો માહોલ

આ દરમિયાન તેમના સ્ટાફ દ્વારા તેમને બચાવવાનો અનેક પ્રયાસ કરવા છતાં તેઓને બચાવી શક્યા નહોતા. આ અંગેની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તો અંગેની જાણ અનિલ પરમારના પરિવારજનોને કરવામાં આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
    follow whatsapp