દ્વારકા : જગતમંદિર પાસે આવેલી એક ત્રણ માળની દુકાનમાં ભયાનક અને ભીષણ આગ લાગી છે. તત્કાલ પોલીસ સહિત ફાયર વિભાગને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર જગતમંદિર પાસે કાપડની દુકાનમાં આગ લાગવાનું કારણ જો કે હજી સુધી અકબંધ છે. જોકે આવા ભયાનક વાવાઝોડા અને વરસાદી માહોલ વચ્ચે અચાનક આગ કઇ રીતે લાગી તે પણ સવાલ ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
આગ લાગવાની ઘટના અંગે જાણ થતા આસપાસના વિસ્તારોમાં ભારે અફડા તફડી મચી ગઇ હતી. જો કે વાવાઝોડાના કારણે તંત્ર પહેલાથી જ એલર્ટ હોવાથી તત્કાલ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે સતત વાવાઝોડાના કારણે આગની વિકરાળ જ્વાળાઓ આસપાસની દુકાનો સુધી ફેલાઇ હતી. જો કે તત્કાલ પગલા લેવામાં આવતા મોટુ નુકસાન બચાવી શકાયું હતું.
એક તરફ ભારે તોફાન વચ્ચે ધુમાડાના ગોટેગોટા ઉડતા લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. હાલ તો વિકરાળ આગના કારણે આસપાસની ત્રણ દુકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જો કે હાલ તો સમગ્ર વિસ્તારમાં અફડાતફડી છે. ભારે ધુમાડાના ગોટેગોટા જોતા આસપાસના લોકોમાં પણ ભારે કુતુહલ જોવા મળી રહ્યું છે.
ADVERTISEMENT