AHMEDABAD માં પિતાએ પોતાની જ પુત્રી પર એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું

અમદાવાદ : વટવામાં પિતાએ પોતાની જ સગી પુત્રીને કેફી પીણું પીવડાવીને દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ પોલીસના ચોંપડે નોંધાઇ હતી. પિતા સગીરાને કામ કરતો હતો…

gujarattak
follow google news

અમદાવાદ : વટવામાં પિતાએ પોતાની જ સગી પુત્રીને કેફી પીણું પીવડાવીને દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ પોલીસના ચોંપડે નોંધાઇ હતી. પિતા સગીરાને કામ કરતો હતો ત્યાં લઇ જઇને શારીરિક સંબંધ બાંધતો હોવાનું સામે આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વટવામાં રહેતી સગીરાને પિતાએ કેફી પદાર્થ પીવડાવીને બેભાન કરી છેલ્લા એકાદ વર્ષથી વારંવાર દુષ્કર્મ આચરતો હોાનું સામે આવ્યું છે.

યુવતીને પેટમાં દુખાવો થતા માતાએ પુછપરછ કરી અને ભાંડો ફુટ્યો
એક દિવસ સગીરાને પેટમાં દુખાવો થતા માતાએ પુત્રીની પુછપરછ કરી હતી. જેના પગલે સમગ્ર મામલે ભાંડો ફુટ્યો હતો. જેથી માતાએ પોતાના પતિ સામે વટવા પોલી સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વટવામાં 16 વર્ષીય સગીરા પોતાના પરિવાર સાથે રહે છે. જેમાં તેના પિતા છાપકામનું કામ કરે છે. આ હેવાન પિતાની પોતાની પુત્રી પર જ દાનત બગાડી હતી. પુત્રીને ફોસલાવીને તેની સાથે અડપલા કર્યા હતા. એકવાર પિતાએ તક જોઇને પુત્રીને કેફી પીણુ પીવડાવીને બેભાન કરીને અલગ અલગ જગ્યાઓ પર લઇ જઇને દુષ્કર્મ આચરતો રહ્યો હતો.

અમરાઇવાડી કામના સ્થળે લઇ જઇ વારંવાર પુત્રી પર દુષ્કર્મ આચર્યું
પોતે જ્યાં કામ કરે છે ત્યાં અમરાઇવાડી લઇ જઇને વારંવાર તેના પર દુષ્કર્મ આચરતો રહેતો હતો. જો કે એક દિવસ સગીરાને પેટમાં દુખાવો થયો હતો. જેથી માતાને શંકા જતા તેણે પુછપરછ કરતા પુત્રીએ આ મામલે વાત કરી હતી. ત્યાર બાદ સમગ્ર મામલો બહાર આવ્યા બાદ માતાએ પોતાના જ પતિ વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે કેસ દાખલ કરીને તપાસ આદરી છે.

    follow whatsapp