અમદાવાદ: ઈરાનમાં કીડનેપ થયેલા પંકજ અને નિશાને ગુજરાત સરકારની સક્રિયતાના કારણે 24 કલાકમાં જ ઈરાનમાંથી અમદાવાદ લઈ આવવામાં આવ્યા છે. જેમાં પીડિત પરિવારના પરિજનોએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મદદ માટે અપીલ કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોને કારણે તેહરાનમાં નિયુક્ત ડેપ્યુટી ચીફ ઓફ મિશન જોન માઈનો સંપર્ક પંકજ અને નિશાને શોધવા માટે કરવામાં આવ્યો હતો. ત્યારે બંનેને અમદાવાદ લઈ આવવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત પંકજને એસ. કે. હોસ્પિટલ ગાંધીનગર ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
USA જવાની લાલચમાં ઈરાન પહોંચતા જ પંકજ અને નિશાને કિડનેપર્સ દ્વારા કીડનેપ કરી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન ગુજરાત સરકારની મદદથી બંનેને કિડનેપર્સ પાસેથી છોડાવવામાં આવ્યા હતા. અને બંનેને સુરક્ષિત ગુજરાત લાવવામાં આવ્યા છે. અઅ દરમિયાન પંકજને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે તેમના પત્નીએ જણાવ્યું હતું કે, આજે અમે અમદાવાદ પહોંચી ગયા છીએ, ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ અને હર્ષ સંઘવીનો ખૂબ ખૂબ આભાર કે તેમણે અમને સુરક્ષિત પહોંચાડ્યા.
પીડિતના ભાઈએ માન્યો હતોસરકારનો આભાર
સરકારની સતર્કતાના કારણે આખરે પંકજ અને નિશાનું લોકેશન તેહરાનમાં મળી આવ્યું હતું, જ્યાંથી પોલીસની મદદથી પંકજ અને નિશાને અપહરણકારોના ચુંગાલમાંથી છોડાવવામાં આવ્યા હતા.જેના પગલે પીડિતના ભાઇ અને પરિવારજનોએ ગુજરાત સરકારનો આભાર માન્યો છે. તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો પણ આભાર માન્યો હતો.
શું હતો મામલો?
અમદાવાદના નરોડામાં રહેતા દંપતી પંકજ અને નીશા પટેલે એજન્ટ મારફતે વાયા ઈરાન થઈને અમેરિકા જવા નીકળ્યું હતું. અમેરિકા જવા માટે 1.15 કરોડ રૂપિયામાં ડીલ નક્કી થઈ હતી, જોકે તેમણે કોઈ રૂપિયા આપ્યા નહોતા. તેમને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યા, ત્યાંથી બીજો એજન્ટ વાયા દુબઈ, ઈરાન થઈને અમેરિકા લઈ જશે તેવી ડીલ થઈ હતી. જોકે અમેરિકા જવાના બદલે ઈરાનમાંથી તેમનું અપહરણ કરી લેવાયું અને યુવકના શરીર પર બ્લેડના ઘા મારીને યાતનાઓ આપવામાં આવી હતી.
પંકજને યાતના આપતો વીડિયો અપહરણકારો દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેમાં તેના શરીર પર બ્લેડના ઘા મારીને પૈસાની માગણી કરવામાં આવી હતી. વીડિયોમાં યુવક કહી રહ્યો છે, જલ્દીથી પૈસા મોકલો નહીંતર આ લોકો મને મારી નાખશે. વીડિયો સામે આવતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં યુવકના ભાઈ દ્વારા અરજી આપવામાં આવી હતી.
ADVERTISEMENT