જામનગર માં મહાનગરપાલિકાની દબાણ દૂર કરવાની કામગીરી સમયે દંપતીએ કર્યો હોબાળો, વિડિયો થયો વાઇરલ

દર્શન ઠક્કર, જામનગર: જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યાને લઈ અનેક ફરિયાદો ઉઠી હતી તેમજ શહેર માં ઠેર ઠેર ટ્રાફીક જામની સમસ્યા માથાના દુખાવા…

gujarattak
follow google news

દર્શન ઠક્કર, જામનગર: જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યાને લઈ અનેક ફરિયાદો ઉઠી હતી તેમજ શહેર માં ઠેર ઠેર ટ્રાફીક જામની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. સમસ્યાનું નિરાકરણ કરવા માટે  તંત્ર ઉંધે માથે છે. ખાસ કરીને ફુટપાથ પરના દબાણને કારણે પાર્કિંગ સમસ્યા સર્જાઇ છે. લોકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરીને ચાલતી પકડે છે પરિણામે ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાય છે. તંત્ર દ્વારા ફુટપાથ દબાણ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તંત્ર અને વેપારી દંપતી વચ્ચે બઘડાટી બોલી હતી. આ ઘર્ષણનો વિડીયો વાયરલ થયો હતો.

તંત્ર દ્વારા ફુટપાથ દબાણ અંગેની કામગીરી માટે કમર કસી છે. તેવામાં એસ્ટેટ ઓફિસર એન.આર દક્ષિતની ટીમ દ્વારા શહેરના ટ્રાફિક ઝોન જેવા ગીચ વિસ્તારમાં ફુટપાથ દબાણ અંગેની કામગીરી હાથ ધરી હતી. જામનગર શહેરના ત્રણબતી વિસ્તારમાં વેપારી દંપતિનો માલસામન જપ્ત કરતા વેપારી દંપતિએ બબાલ સર્જી દેકારો બોલાવ્યો હતો જેથી એસ્ટેટ ઓફિસર વચ્ચે રીતસર જામી પડી હતી પરંતુ એસ્ટેટ એસ્ટેટ ઓફિસર ટસમાથી મસ ન થતા વાતાવરણ ઉગ્ર થયું હતું અને લોકોના ટોળાઓ એકઠા થતા ટ્રાફિક જામ થયો હતો.

 તંત્ર એક્શનમાં આવતા ફફડાટ ફેલાયો
ટ્રાફિક જામ લાગતા પોલીસ બોલાવી પડી હતી અને પોલીસ આવતા મામલો થાળે પડ્યો હતો. જામનગર શહેરમાં ઘણા સમયથી મહાનગર પાલિકાની એસ્ટેટ સુસ્ત હોય અને કામગીરી થતી ન હોય, લોકોને મોકળુ મેદાન મળી ગયું હતું પરંતુ એસ્ટેટ એકશનમાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ કામગીરી ડે.કમિશનર ભાવેશભાઈ જાનીની સુચના મુજબ કંટ્રોલિંગ ઓફિસર મૂકેશ વરણવાની રાહબરી હેઠળ એસ્ટેટ ઓફિસર એન.આર દીક્ષિત સ્ટાફના દ્વારા કરવામાં આવી હતી.

    follow whatsapp