સમાધાન તો નહીં જ થાય! ગણેશ જાડેજા સામે દલિત સમાજ લાલઘુમ, કલેક્ટરને આવેદન

Jayrajsinh Jadeja Son Ganesh Gondal: ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા અને તેની ટોળકીએ જૂનાગઢ દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના દીકરા જૂનાગઢ NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યા બાદ ગોંડલના ગણેશ ગઢ ખાતે લઈ જઈ કપડાં કાઢીને ઢોર માર માર્યો હતો અને તેનો વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી. જે બાદ ભોગ બનનારે ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે ગુનો જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો.

Jayrajsinh Jadeja Son Ganesh Gondal

ગણેશ જાડેજાની વધી મુશ્કેલી

follow google news

Jayrajsinh Jadeja Son Ganesh Gondal:  ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા અને તેની ટોળકીએ જૂનાગઢ દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના દીકરા જૂનાગઢ NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યા બાદ ગોંડલના ગણેશ ગઢ ખાતે લઈ જઈ કપડાં કાઢીને ઢોર માર માર્યો હતો અને તેનો વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી. જે બાદ ભોગ બનનારે ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે ગુનો જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો.

કલેક્ટર કચેરી ખાતે અપાયું આવેદન

હજુ સુધી આ મામલે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે અનુસુચિત જાતીના લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદન પત્ર પાઠવીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ તકે આ તમામ લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, જો 6 જૂન સુધીમાં જવાબદારોની અટકાયત કરવામાં નહીં આવે તો રાજ્યના દરેક જિલ્લા મથકે આંદોલન કરવામાં આવશે.  

શું છે સમગ્ર મામલો?

ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય  જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja) અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. ક્ષત્રિય આંદોલન સમયે પણ જયરાજસિંહ જાડેજા તેમના નિવેદનને લઈ લાઈમલાઈટમાં હતા. હવે તેમના પુત્ર ગણેશ જાડેજાને લઈ એક  ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.  મળતી માહિતી અનુસાર ગણેશ જાડેજા અને તેની ટોળકીએ એક કોંગ્રેસના નેતાનું અપહરણ કરી તેને ઢોર માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ગણેશ ગોંડલ અને તેની ટોળ સામે એટ્રોસિટી (Atrocities Act) હેઠળ  જૂનાગઢ (Junagadh) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ કોંગ્રેસ નેતા સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.

સંજય સોલંકીનું અપહરણ કરી માર્યો હતો માર

જૂનાગઢ NSUI પ્રમુખ સંજય સોલંકીનું ત્રણ કારમાં અપહરણ કર્યા બાદ તેમને ગોંડલના 'ગણેશગઢ' ખાતે લઈ જવામાં આવ્યા હતા. તેમણે ત્યાં કપડા કાઢી ઢોર માર માર્યો હતો અને તેનો વીડિયો બનાવી વાઈરલ કરવાની ધમકી આપી હતી. ભોગ બનનારને ઢોર માર મારી જૂનાગઢમાં ઉતારી દેવામાં આવ્યા અને ત્યાંથી તેઓ નાસી છૂટ્યા હતા. આ મામલે ભોગ બનનાર દ્વારા ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. 

મારા છોકરાને માર્યો ઢોર મારઃ રાજુભાઈ સોલંકી

આ અંગે સંજય સોલંકીના પિતા રાજુભાઈ સોલંકીએ જણાવ્યું કે, મારો છોકરો અને મારા છોકરાનો છોકરો કાળવા ચોંકમાંથી જતા હતા, ત્યારે આ લોકો ફોરવ્હિલ લઇને નીકળ્યા હતા, ત્યારે મારા છોકરાએ ધીમે ચલાવાનું કહેતા ઝઘડો થયો હતો. આ અંગે અમે જયરાજસિંહના છોકરા સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. કોઈપણ સંજોગે સમાધાન નહીં થાય

    follow whatsapp