અમદાવાદ : ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત પ્રાપ્ત કર્યા બાદ સરકારની રચના કરી દીધી છે. 17 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે આ વખતે તમામની નજર સીએમ પદ કરતા વધારે કેબિનેટ પર ટકેલી હતી. જેના દ્વારા ભાજપે તમામ જ્ઞાતીઓને મદદ કરવાનો પ્રયાસો કર્યો છે. ગુજરાતની નવી ચૂંટાયેલી સરકારમાં મંત્રીમંડળની રચનામાં અનેક પાસાઓ પર ખાસ નજર રાખવામાં આવી છે.
ADVERTISEMENT
મંત્રીમંડળમાં કોઇ પ્રદેશ ઉપરાંત કોઇ જ્ઞાતીને ખોટું ન લાગે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. જેમાં ભુપેન્દ્ર પટેલ ઉપરાંતના 16 મંત્રીઓ ઉપરાંત 6 સૌરાષ્ટ્રના, 3 ઉત્તર ગુજરાતના, 4 દક્ષિણ ગુજરાતના અને 3 મધ્ય ગુજરાતના મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક જ્ઞાતી અને સમુદાયના લોકોનો સમાવેશ મંત્રીમંડળમાં કરવામાં આવ્યો છે.
આ અંગે ભાજપના પ્રવક્તાએ જણાવ્યું કે, અને નાતજાતમાં માનતા નથી. દરેક ધારાસભ્ય એક જ સરખા છે અને ભાજપના કાર્યકર્તાઓ છે. પ્રદેશને સ્થાન આપવામાં આવ્યું છે કે જેથી તેનો મંત્રી પોતાના વિસ્તારનો યોગ્ય રીતે વિકાસ કરી શકે. સમગ્ર ગુજરાત દેશ માટે એક આદર્શ રાજ્ય બને.
ADVERTISEMENT