વડોદરા : ગુજરાતનાં ત્રીદિવસીય પ્રવાસે પીએમ મોદી આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડોદરામાં ટાટાના એક પ્લાન્ટનો શિલાન્યાસ કરાવશે. ટાટા અને એરબસ મળીને મિલિટ્રી માટે 22 હજાર કરોડ રૂપિયાના ખર્ચે ટ્રાન્સપોર્ટ બ્લેન બનાવશે. આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ વડોદરા નજીક બનવા જઇ રહ્યો છે ત્યારે આ જાહેરાતથી ગુજરાતમાં ખુબ જ મોટો ફાયદો થશે.
ADVERTISEMENT
સમગ્ર વિશ્વના સૈનિકોની પહેલી પસંદ છે આ જહાજ
સમગ્ર વિશ્વમાં એરફોર્સનું મનપસંદ માલવાહક વિમાન C 295 નું પ્રોડક્શન યુનિટ વડોદરામાં સ્થપાશે. ટાટા અને એરબસ દ્વારા અપાયેલા પ્રસ્તાવને ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપી દેવાઇ છે. જેથી મેક ઇન ઇન્ડિયા હેઠળ ટાટા દ્વારા દેશમાં જ બનાવાશે. આ અંગે સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાના અનુસાર ભારતીય વાયુદળમાં સૌથી વધારે ટ્રાન્સપોર્ટ વિમાન આ મોડેલના જ છે. વાયુસેના પાસે ગ્લોબમાસ્ટરનો ઉપયોગ પણ થાય છે.
એરબસ સાથેની ડીલ પર સરકારે ગત્ત મહિને મંજૂરીની મહોર મારવામાં આવી
કેન્દ્ર સરકારે ગત્ત મહિને એરબસ પાસેથી 56 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવાની પ્રક્રિયાને મંજૂરી આપી હતી. આ કોનટ્રાક્ટ અંતર્ગત 16 એરક્રાફ્ટ તૈયાર છે. જ્યારે અન્ય 40 ભારતમાં જ બનાવવામાં આવશે. ખાનગી કંપની દ્વારા મિલીટ્રી એરક્રાફ્ટનું મેન્યુફેક્ચરિંગ કરતો દેશનો પ્રથમ પ્રોજેકટ ગુજરાતમાં આવી રહ્યો છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ પ્લેનમાં ટ્રાન્સપોર્ટ પ્લેનના ક્વિક રિએક્શન માટે રેમ્પ ડોર, ટ્રુપ્સ માટે પેરા ડ્રોપિંગ અને કાર્ગો સહિત અનેક અત્યાધુનિક સુવિધાઓ હશે.
ADVERTISEMENT