હવે વિદ્યાર્થીઓ ધો.9થી 12માં પણ ગમે ત્યારે ગુજરાતી, અંગ્રેજી સહિત અન્ય માધ્યમ બદલી શકશે…

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શિક્ષણ કમિટિની બેઠકમાં આ તમામ વિદ્યાર્થીઓના માધ્યમ બદલાવાને…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શિક્ષણ કમિટિની બેઠકમાં આ તમામ વિદ્યાર્થીઓના માધ્યમ બદલાવાને લઈને ચર્ચા વિચારણા થઈ હતી. જેને લઈને વાલીઓ તથા વિદ્યાર્થીઓએના મુદ્દાને ઉઠાવાયો હતો, તેમના મતે આ ધોરણોમાં પણ ગુજરાતી, અંગ્રેજી કે અન્ય માધ્યમ અધવચ્ચે બદલી શકાય એવી માગ કરી હતી. જેના પર કમિટિએ મોટો નિર્ણય લીધો છે.

વિદ્યાર્થીઓએ પહેલા સત્રમાં જ બદલી લઈ લેવી પડશે
રાજ્યમાં અંગ્રેજી અને ગુજરાતી સહિત અન્ય માધ્યમોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ પૈકી જે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં અભ્યાસ કરે છે તેઓ માધ્યમ બદલી શકતા નથી. આવા વિદ્યાર્થીઓ અને વાલીઓએ શિક્ષણ કમિટિને વિનંતી કરી હતી કે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને પણ માધ્યમ બદલાની તક મળે. આ અંગે શિક્ષણ કમિટિની બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે. આ તમામ વિદ્યાર્થીઓને પહેલા સત્ર સુધીમાં જ બદલી કરવા માટે અરજી કરવાની રહેશે અને આ દરમિયાન તેઓ પોતાનું માધ્યમ બદલી શકે છે.

હવે ધો.9-12ના વિદ્યાર્થીઓ માધ્યમ બદલી શકશે
ઉલ્લેખનીય છે કે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ પણ હવે સત્ર વચ્ચે માધ્યમ બદલી શકશે એવી છૂટ આપી દેવામાં આવી છે. શિક્ષણ કમિટિની બેઠકમાં આ મુદ્દે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો અને વાલીઓની મોટાભાગની માગ તથા વિદ્યાર્થીઓના ભવિષ્યને જોતા કારોબારી સભ્યોએ ગુજરાતીમાંથી અંગ્રેજી માધ્યમમાં જવાની તથા અંગ્રેજીથી ગુજરાતીમાં જવાની અનુમતિ આપતો આદેશ જાહેર કરી દીધો છે.

જીતુ વાઘાણીએ ધોરણ 10થી 12નાં વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી હતી
ગુજરાતમાં હવે ધોરણ 10થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે. હવેથી આ વર્ગોમાં ભણતા વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ આપવામાં આવશે. જેનું ચાલુ વર્ષથી જ શિક્ષણ આપવાનું શરૂ કરી દેવાશે તથા જાહેર કરાયેલા 13 વિષયોમાંથી બાળકો કોઈપણ વિષયને પસંદ કરી શકે છે. 589 શાળાઓમાં વોકેશનલ વિષયોનો પણ ઉમેરો કરાયો છે.

શિક્ષણ સાથે વ્યવસાયની તાલીમ આપવા ટકોર
ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે-સાથે વ્યવસાય અંગે તાલિમ મળી રહે એના માટે જણાવ્યુ હતું. જીતુ વાઘાણીએ ટ્વીટ કરી માહિતી આપી હતી કે શૈક્ષણિક સત્ર વર્ષ 2022 દરમિયાન રાજ્યની 589 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અલગ-અલગ એવા 13 ટ્રેડમાં વોકેશનલ વિષયો ઉમેરાયા છે. આનાથી વિદ્યાર્થીઓનાં ભવિષ્યને સારી દિશા મળશે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ખેતી, સિવણ કામ, વણાટ કામ, મિસ્ત્રી કામ, ઓટોમોટિવ, બ્યૂટિ અને વેલનેસ, બેન્કિંગ, ફાયનાન્સ અને ઈન્શ્યોરન્સ, ઈલેક્ટ્રોનિક્સ, પ્લમ્બર, છૂટક વ્યાપાર, રમતગમત શારીરિક શિક્ષણ, ટૂરિઝમ અને હોસ્પિટાલિટી, આરોગ્ય જેવા વોકેશનલ વિષયોનો ઉમેરો કર્યો છે.

    follow whatsapp