કોરોના અપડેટ: રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા, 24 કલાકમાં 874 નવા કેસ, 13 દર્દી વેન્ટીલેટર પર

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારા બાદ આજે નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 874 કોરોનાના કેસ નોંધાયા છે.…

corona

corona

follow google news

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારા બાદ આજે નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 874 કોરોનાના કેસ નોંધાયા છે. જોકે દર્દીઓનો રિકવરી રેટ પણ વધીને 98.63% ટકા સુધી પહોંચી ગયો છે. આજે મંગળવારે કોરોના સંક્રમણથી કુલ 1030 દર્દીઓ સાજા થયા છે જ્યારે આજે એકપણ મોત નથી થયું.

કોરોનાના કેસ નાના નાના શહેરમાં વધતા ચિંતા વધી છે. રાજ્યના 7 મહાનગરો તથા 27 જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 287 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે વડોદરા શહેરમાં 92, ગાંધીનગરમાં 41, મહેસાણામાં 37, સુરત શહેરમાં 35 તથા રાજકોટ શહેરમાં 31 નવા કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 6257 કેસ એક્ટિવ છે, જેમાંથી 13 જેટલા દર્દીઓ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે, જ્યારે 6244 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે અત્યાર સુધીમાં 12,39,423 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જ્યારે મૃત્યુઆંક 10971 પર સ્થિર છે.

રાજ્યમાં 11.50 કરોડથી વધુ રસીના ડોઝ અપાયા

    follow whatsapp