Gujarat Latest News: હાલ ઉનાળુ વેકેશન શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે લોકોની ભીડ પ્રવાસન સ્થળે ઉમટી પડતી હોય છે. એવામાં સુરતનું પરિવાર નર્મદાના પોઈચા નદીમાં પ્રવાસ માટે આવી હતા ત્યારે તેમની સાથે એક મોટી દુર્ધટના સર્જાય છે. મૂળ અમરેલીના હાલ સુરત રહેતા 8 પ્રવાસીઓ પોઈચામાં નદીમાં ડૂબ્યાં હોવાની માહિતી મળી રહી છે. 3 નાના બાળકો સહિત કુલ 8 લોકો નદીમાં ડૂબ્યા હોવાની જાણકારી છે. જેમાં સ્થાનિક યુવકોએ એક યુવકને ડૂબતા બચાવ્યો હતો. 7 લોકોની શોધખોળ ચાલુ છે. રાજપીપળા નગર પાલિકાનાં ફાયર ફાઈટરે શોધખોળ હાથ ધરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો:- IPL 2024 Playoffs: IPLમાંથી 3 ટીમો બહાર, પ્લેઓફમાં 1ની એન્ટ્રી... હવે 3 જગ્યા માટે 6 ટીમો વચ્ચે જંગ
8 લોકો નદીમાં ડૂબ્યા હોવાની માહિતી
ચાણોદ પોઇચા ખાતે નદી માં નાહવા ગયેલા 8 લોકો નદીમાં ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે. બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કુદયાં અને એક વ્યક્તિનો આબાદ બચાવ પણ કરી લેવામાં આવ્યો છે જ્યારે બાકીના 7 લોકો હજુ મળ્યા નથી અને તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઇચા પહોચ્યા શોધખોળ હાથ ધરી હતી. એટલા માટે જો તમે વેકેશનમાં કોઈ જગ્યા પર પ્રવાસે જોઈ રહ્યા છો તો અજાણ્યા પાણીમાં જતાં પહેલા ચેતજો, અજાણ્યા પાણીમાં આ પ્રકારે ન્હાવા કુદવાથી તમારા પ્રવાસની મજા બગડી શકે છે.
ADVERTISEMENT