Gujarat માં રોડ અકસ્માતની હારમાળા, પિતા-પુત્ર સહિત અલગ-અલગ સ્થળે 8ના મોત, જુઓ ક્યાં ક્યાં બની ઘટના

ગુજરાતમાં અકસ્માતમાં થઈ રહ્યો છે સતત વધારો આજે વધુ ત્રણ અકસ્માતની ઘટનાઓ આવી સામે ત્રણ અલગ-અલગ જગ્યાએ અકસ્માતમાં 8 લોકોના મોત Gujarat Accident News: રાજ્યમાં…

gujarattak
follow google news
  • ગુજરાતમાં અકસ્માતમાં થઈ રહ્યો છે સતત વધારો
  • આજે વધુ ત્રણ અકસ્માતની ઘટનાઓ આવી સામે
  • ત્રણ અલગ-અલગ જગ્યાએ અકસ્માતમાં 8 લોકોના મોત

Gujarat Accident News: રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતથી મોતના બનાવો પણ સતત સામે આવી રહ્યા છે. આજે આણંદ, રાજકોટ, દેવભૂમિ દ્વારકામાંથી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કુલ 8 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આણંદના નાવલી નજીક ગોજારા અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ નિપજ્યાં છે.

કાર ચાલકે ત્રણ બાઈકને લીધી હતી અડફેટે

આણંદના નાવલી નજીક મોડી રાતે કાર ચાલકે ત્રણ બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. તો અંગેની જાણ પોલીસને કરવામાં આવતા આણંદ ગ્રામ્ય પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

4 લોકોના કમકમાટીભર્યા મોત

આ અકસ્માત એટલો ભયાનક હતો કે 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. તો ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કાર અને ત્રણ બાઈકોનો ભાંગીને ભુક્કો બોલાઈ ગયો હતો. હાલ આ મામલે આણંદ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઈવે પર 2 લોકોના મોત

તો અન્ય એક બનાવની વાત કરીએ તો ખંભાળીયા-દ્વારકા નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતના બનાવમાં એક મહિલા અને એક પુરુષનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય એક મહિલા અને એક પુરૂષને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તમામને 108 એમ્બ્યુલન્સ દ્વારા ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટમાં અકસ્માતમાં પિતા-પુત્રના મોત

રાજકોટમાંથી વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં બાઈક પર સવાર પિતા-પુત્રના ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. વિગત અનુસાર, રાજકોટના મેટોડા GIDC પાસે કન્ટેનર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર પિતા-પુત્રના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. સમગ્ર મામલે મેટોડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

    follow whatsapp