દિગ્વિજય પાઠક/વડોદરાઃ ગુજરાતમાં વધતા જતા ક્રાઈમના પગલે હવે ચાઈલ્ડ ટ્રાફિકિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીથી મહિલા અને ભત્રિજાની ગેંગ માત્ર 8 દિવસની બાળકીને વેચવા માટે વડોદરા આવી હતી. આ દરમિયાન પોલીસે પ્રાથમિક માહિતીના આધારે ફિલ્મી અંદાજે સર્ચ ઓપરેશન પાર પાડ્યું હતું. આ ગેંગમાં 2 મહિલાઓ અને 4 શખસો હતા, તથા ખરીદનાર પક્ષ સામે પણ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
જાણો રેલવે સ્ટેશન બહાર થયો બાળકીનો સોદો
પોલીસને આ સમગ્ર ડિલ વિશે પહેલાથી જ માહિતી મળી ગઈ હતી. ત્યારપછી રેલવે સ્ટેશન બહાર વહેલી સવારથી જ પોલીસની ટીમ વોચ રાખીને બેઠી હતી. ત્યારપછી સવારે છ વાગ્યે દહેરાદૂન એક્સપ્રેસ ટ્રેનમાં ચાઈલ્ડ ટ્રેફિકિંગની ગેંગ વડોદરા આવવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી હતી. નોંધનીય છે કે આ દરમિયાન પોલીસની ટીમ ગેંગ પર સતત વોચ રાખી રહી હતી.
તેવામાં ટ્રેનમાંથી એક મહિલા અને યુવક નવજાત 8 દિવસની બાળકીને લઈને પ્લેટફોર્મ પર આવ્યા હતા. આ દરમિયાન વડોદરામાં જે યુગલ આ બાળકીને ખરીદવાનું હતું તેની ખાતરી કરીને આ બંને એકબીજાને મળ્યા હતા. ત્યારપછી મહિલાએ નવજાત બાળકીને આ યુગલને વેચી દીધી હતી.
પોલીસની ટીમે ચારેય બાજુથી ઘેરી લીધા
મહિલાએ જેવી રીતે 8 દિવસની બાળકીનું વેચાણ થયું એને જોતા જ તાત્કાલિક સમગ્ર ગેંગને ચારેય બાજુથી ઘેરી લીધી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન બાળકીઓની વેચતી ગેંગ પાસે પિતા અથવા માતા હોવાના કોઈ ચોક્કસ પુરાવા ન હોવાથી કાર્યવાહી હાથ ધરી ચાઈલ્ડ ટ્રાફિકિંગની ઘટનાનો પર્દાફાશ કર્યો હતો.
ADVERTISEMENT