JAMNAGAR માં 75 વર્ષીય મહિલાએ દુપટ્ટાથી ગળેફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર

અમદાવાદ : આપઘાતના કિસ્સાઓમાં ગુજરાતમાં વધારો થઇ રહ્યો છે. નાના વિદ્યાર્થીઓ પરિણાની ચિંતાએ તો યુવાનો ઘણીવાર પ્રેમની ઘટનાઓમાં આપઘાત કરી લેતા હોય તેવી ઘટનાઓ અવાર…

Jamnagar Sucide

Jamnagar Sucide

follow google news

અમદાવાદ : આપઘાતના કિસ્સાઓમાં ગુજરાતમાં વધારો થઇ રહ્યો છે. નાના વિદ્યાર્થીઓ પરિણાની ચિંતાએ તો યુવાનો ઘણીવાર પ્રેમની ઘટનાઓમાં આપઘાત કરી લેતા હોય તેવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. જો કે હવે આપઘાતનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 75 વર્ષના વૃદ્ધ મહિલા દ્વારા આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. જીવનના અંતિમ પડાવમાં તેમને શું સમસ્યા સર્જાઇ કે તેમણે આપઘાત કરવાની ફરજ પડી હશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ તો આ ઘટનાને પગલે ચકચાર મચી ગઇ છે.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર શાંતાબેન મગનભાઇ સાદડીયા નામના 75 વર્ષીય વૃદ્ધાએ આપઘાત કરી લીધો છે. પોતાની જ સાડીનો ગાળીયો બનાવીને વૃદ્ધ મહિલાએ આપઘાત કરી લીધો હતો. જો કે જીવનના અંતિમ પડાવ પર આવીને વૃદ્ધાએ આવું પગલું કેમ ભર્યું તે અંગે પોલીસ પણ તપાસ ચલાવી રહી છે. આત્મહત્યા કરવાનું કારણ હજી સુધી ખબર નથી પડી રહી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને આત્મહત્યા કરી હતી. હાલ તો આ અંગે પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

હાલ તો જામનગર પોલીસ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ આદરી છે. મહિલાના પરિવારની પુછપરછ પણચાલી રહી છે. કારણ કે મહિલા પાસેથી કોઇ સુસાઇડ નોટ નહી મળવાનાં કારણે પોલીસ અલગ અલગ એંગલથી તપાસ ચલાવી રહી છે. પોલીસ દ્વારા હાલ વૃદ્ધાનો મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય પુરાવાઓની તપાસ ચાલી રહી છે.

    follow whatsapp