બિપોરજોય વાવાઝોડાની આફત વચ્ચે 8 જિલ્લામાં 707 બાળકોનો થયો જન્મ

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા વચ્ચે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખેદાન મેદાન થઈ ગયું છે. પરંતું આ બધા વચ્ચે સારા સમાચાર પણ આવ્યા છે. વાવાઝોડાથી રાજ્યમાં…

gujarattak
follow google news

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા વચ્ચે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખેદાન મેદાન થઈ ગયું છે. પરંતું આ બધા વચ્ચે સારા સમાચાર પણ આવ્યા છે. વાવાઝોડાથી રાજ્યમાં હજુ સુધી એક પણ વ્યક્તિનું મોત ટનથી થયું. ત્યારે બીજી તરફ વાવાઝોડાને લઈ ‘ઝીરો કેઝ્યુલિટી’ના ધ્યેય સાથે સમગ્ર વહીવટીતંત્ર, આરોગ્યતંત્ર અને ૧૦૮નાં કર્મીઓ દ્વારા કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે સતત સ્થળાંતર- બચાવની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જેના ભાગરૂપે વાવાઝોડા અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં અગમચેતીરૂપે કુલ-1171 પૈકી 1152 સગર્ભા બહેનોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. અને તેમાંથી કૂલ 707 મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.

બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં અને તેમાં આવતી મહાનગરપાલિકાઓમાં સાવચેતીના પગલારૂપે આરોગ્યતંત્ર દ્વારા અગાઉથી સગર્ભા બહેનોની ઓળખ-યાદી તૈયાર કરીને તેમને તમામ સુવિધા સાથે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્ર અથવા સલામત સ્થળે ખસેડવામાં આવી હતી. તેમાં પણ ખાસ કરીને જે બહેનોની પ્રસૂતિની તારીખ નજીક હતી તેમના માટે તબીબો-દવાઓ સહીત તાત્કાલિક ધોરણે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

1152 સગર્ભા મહિલાઓનું સ્થળાંતર કરાયું હતું
જેમાં કચ્છ જિલ્લામાંથી સૌથી વધુ 552, જયારે રાજકોટમાં 176, દેવભૂમિ દ્વારકામાં 135, ગીર સોમનાથમાં 94, જામનગરમાં 62, જૂનાગઢમાં 58, પોરબંદરમાં 33, રાજકોટ મહાનગરપાલિકા 26, જૂનાગઢ મનપામાં 8 તેમજ મોરબી અને જામનગર મનપામાંથી 4-4 એમ કુલ 1152 સગર્ભા મહિલાઓનું વાવાઝોડા પહેલાં સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

707 મહિલાઓની સફળ પ્રસૂતિ
આ સલામત સ્થળે સ્થળાંતર કરાયેલી સગર્ભા બહેનોમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ 384, રાજકોટમાં 100, દેવભૂમિ દ્વારકામાં 93, ગીર સોમનાથમાં 69, પોરબંદરમાં 30, જૂનાગઢમાં 25, જામનગરમાં 17, રાજકોટ મહાનગરપાલિકામાં 12, જૂનાગઢ મનપામાં 8, જામનગર મનપામાં 4 અને મોરબી જિલ્લામાં 1 એમ કુલ- 707 મહિલાઓની હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્રોમાં સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિ દરમિયાન તબીબી સ્ટાફ સાથે 302 સરકારી અને 202 જેટલી 108 એમ્બ્યુલન્સ રાત-દિવસ કાર્યરત હતી. આ ઉપરાંત સગર્ભા બહેનોનું તબીબો દ્વારા રૂબરૂ અથવા વીડિયો કોન્ફરન્સ થકી દૈનિક મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે તેમ,આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું હતું.

    follow whatsapp