કામિની આચાર્ય/મહેસાણા: કડી તાલુકાના વિડજ ગામે એક સપ્તાહ પહેલા મોનિટરિંગ સેલે મોટી સંખ્યામાં દેશી દારૂ અને દારૂ બનાવવાના ઉપયોગમાં લેવાતા વોશનો જથ્થો ઝડપી તેનો નાશ કર્યો હતો. દેશી દારૂના પ્રકરણમાં રેન્જ IGએ ફરજમાં બેદરકારી દાખવવાના મુદ્દે ઇન્ચાર્જ પીઆઇ એસ.બી. ધસુરાને ત્રણ દિવસ પહેલા સસ્પેન્ડ કર્યા હતા. જેને લઈને કડી પોલીસ સ્ટેશનમાં સોંપો પડી ગયો હતો.
ADVERTISEMENT
સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂનો જથ્થો પકડ્યો હતો
કડી તાલુકાના વિડજ ગામે નાવડીના કિનારે એક અઠવાડિયા પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દેશી દારૂ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. સાથે અહીંથી અઢી લાખથી વધુ રકમનો વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપાયો હતો. આ દારૂ પ્રકરણમાં ઇન્ચાર્જ પીઆઇ એસ.બી ધસુરાને સસ્પેન્ડ કરાયા બાદ ડી સ્ટાફના પીએસઆઇ સહિત સ્ટાફના અન્ય છ પોલીસ કર્મીઓને મહેસાણા ડી.એસ.પી અચલ ત્યાગીએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના લીધેલા નિર્ણયને પગલે જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે.
અગાઉ પણ પોલીસ પર લાગ્યા હતા આરોપ
કડી પોલીસ સ્ટેશન દારૂના મામલે વગોવાયેલું છે. ત્યારે દેશી દારૂના મામલે કડી ઇન્ચાર્જ પીઆઇ, પીએસઆઇ અને 6 પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા લેવાયેલા નિર્ણયે પોલીસ બેડામાં સોપો પાડી દીધો છે. ઉલ્લેખનીય છે કે , આ અગાઉ કડી પોલીસે પકડેલો વિદેશી દારૂનો જથ્થો આજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ બારોબાર વેચી મારવાનો તેમજ ઝડપાઈ જવાના ડરથી દારૂનો મોટો જથ્થો કેનાલમાં નાખી દેવાની ઘટનામાં તે સમયના પીઆઇ સહિતના વિરુદ્ધમાં ફરિયાદ તેમજ ધરપકડતો દોર સર્જાયો હતો. તે વર્તમાન પોલીસ કર્મીઓની આ સસ્પેન્શનની કાર્યવાહી દરમિયાન પુનઃ ચર્ચાનો મુદ્દો બની હતી.
ADVERTISEMENT