Ayodhya Ram Temple: અયોધ્યામાં શ્રીરામ મંદિરના ઉદ્ઘાટન આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે રાજકારણથી લઈને રમતગમત, મનોરંજન અને અન્ય વિવિધ ક્ષત્રોની ટોચની હસ્તીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ હાજર રહેશે. આ ઉપરાંત બીજા પણ દિગ્ગજ નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે. દેશભરમાંથી 4 હજાર જેટલા સાધુ-સંતો, 2 હજાર જેટલા VIP વ્યક્તિઓ અયોધ્યા પહોંચશે.
ADVERTISEMENT
ગુજરાતમાંથી 50થી 60 સંતો જશે અયોધ્યા
22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ થવાની છે. જેમાં ગુજરાતમાંથી 50થી 60 જેટલા સંતો રામ નગરી અયોધ્યા જશે. સાધુ-સંતો મોટાભાગે 18 જાન્યુઆરીએ પ્લેન અને ટ્રેન મારફતે અયોધ્યા પહોચશે, જ્યાં સાધુ-સંતોના રોકાણ માટે ટેન્ટ સહિતની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ મામલે અમદાવાદના નિષ્કલંકી નારાયણ તીર્થધામના મહંત જ્ઞાનેશ્વરદાસ મહારાજે જણાવ્યું કે, તેમને પણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
અમને મળ્યું છે લેખિતમાં આમંત્રણઃ જ્ઞાનેશ્વરદાસ મહારાજ
તેઓએ જણાવ્યું કે, 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ થવાની છે. આ માટે અમને લખિતમાં આમંત્રણ મળ્યું છે. અમે 18 જાન્યુઆરીના રોજ અમદાવાદથી પ્લેનમાં અયોધ્યા જઈશું અને 23 જાન્યુઆરીએ અમે પરત ફરીશું. અમારી સંસ્થા પણ એક કરોડ રૂપિયાનું અનુદાન રામ મંદિરના નિર્માણ માટે આપ્યું છે.
‘ભારતીયોમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ’
વધુમાં તેઓએ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં દેશભરમાંથી સાધુ-સંતો આવશે. ભગવાન 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પહોંચ્યા હતા, ત્યારે જે ઉત્સાહ હતો તેનાથી પણ વધારે ઉત્સાહ અત્યારે જોવા મળી મહ્યો છે. ભારતીયોના હ્રદયમાં આનાથી બીજો મોટો આનંદ બીજો હોઈ જ ન શકે.
ADVERTISEMENT