Aravalli Heart Attack News: ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે. હાર્ટ એટેકની ઘટનાઓમાં યુવાઓ જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ગરબા રમતા, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતા રમતા કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મોતના કિસ્સાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ત્યારે ફરી અરવલ્લી જિલ્લામાંથી હાર્ટ એટેકના સમાચાર સામે આવ્યા છે. જેમાં અરવલ્લી જિલ્લામાં બે દિવસમાં હાર્ટ એટેકથી 6 લોકોના મૃત્યુ નિપજ્યાં છે.
ADVERTISEMENT
અરવલ્લીમાં બે દિવસમાં 6 લોકોના મૃત્યુ
અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજમાં બે જ્યારે સાઠંબા એક અને મોડાસામાં એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. તમામ 6 મૃતકોમાં 4 પુરુષ, 1 યુવતી અને 1 મહિલા છે. અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેકના વધી રહેલા બનાવોથી જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
66 વર્ષીય ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં ઢળી પડ્યા
અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે રહેતા ધીમંત ત્રિવેદીને હાર્ટ એટેક આવતા તેઓ અચાનક ઢળી પડ્યા હતા. જે બાદ પરિવારજનો તેમને લઈને હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તેઓેને મૃત જાહેર કર્યા હતા. તો બાયડના સાઠંબામાં 62 વર્ષીય પ્રવીણ દરજીનું પણ એકાએક હૃદય બંધ થતાં મોત થયું હતું.તો 66 વર્ષીય મૂળસિંહ સીસોદીયા માર્કેટિંગ યાર્ડમાં અનાજ વેચવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓને અચાનક હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા અને તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. મૂળસિંહ સીસોદીયાના મૃત્યુ બાદ પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો છે.
અરવલ્લીમાં 2 દિવસમાં 6 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ
- ધિમંત ત્રિવેદી
- નયનાબેન પંડ્યા
- પ્રવીણ દરજી
- સેજલ ડામોર
- કેશાભાઈ પટેલ
- મૂળસિંહ સીસોદીયા
ઈનપુટઃ હિતેશ સુતરીયા, અરવલ્લી
ADVERTISEMENT