વડોદરાઃ સેન્ટ્રલ જેલમાં 6થી વધુ કેદીઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે આ તમામ કેદીઓ જેલ સુપ્રીટેન્ડેન્ટના વલણથી હેરાન થઈ ગયા હતા. જેના પગલે તેમને જીવનમાંથી રસ ઉઠી ગયો અને તેઓ ત્રાસ સહન કરી શકે એટલા સક્ષમ જોવા મળ્યા નહોતા. તેથી એક સાથે 6 કેદીઓ ફિનાઈલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના સામે આવતા જેલમાં ચકચાર મચી જવા પામી હતી.
ADVERTISEMENT
જેલ સુપ્રિટેન્ડેન્ટના ત્રાસથી કંટાળી કેદીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
પ્રાથમિક માહિતી પ્રમાણે વડોદરાની સેન્ટ્રલ જેલના 6 કેદીઓ સુપ્રિટેન્ડેન્ટથી કંટાળી ગયા હતા. જેના પગલે તેમણે એક પછી એક ફિનાઈલની બોટલ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે અહીં જેલના સુપ્રિટેન્ડન્ટનું કડક વલણ તથા અન્ય કારણોસર આ સામૂહિક આત્મહત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે અત્યારે આ મુદ્દે તપાસ ચાલી રહી છે.
કેદીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
કેદીઓની સ્થિતિ ગંભીર જણાતા તાત્કાલિક તેમને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે અહીં તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. તથા અત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ પણ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ છે. આ મામલે હવે વિગતવાર તપાસ હાથ ધરી સમગ્ર ઘટનાનું કારણ તપાસવા પોલીસે તજવીજ શરૂ કરી દીધી છે.
With Input- દિગ્વીજય પાઠક
ADVERTISEMENT