વિઝા આપવાના બહાને આચર્યું 6.59 કરોડનું કૌભાંડ, ઇકો સેલની ટીમે 2 આરોપી દબોચ્યા

સંજયભાઈ રાઠોડ, સુરત:  ભારતથી વિદેશ જનાર લોકોની સંખ્યા દિવસે ને દિવસે સતત વધી રહી છે ત્યારે. વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકો અનેક વખત લાલચમાં આવી…

gujarattak
follow google news

સંજયભાઈ રાઠોડ, સુરત:  ભારતથી વિદેશ જનાર લોકોની સંખ્યા દિવસે ને દિવસે સતત વધી રહી છે ત્યારે. વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકો અનેક વખત લાલચમાં આવી અને પૈસા ખોઈ બેસવાના કિસ્સા સામે આવ્યા છે. અનેક વખત વિદેશમાં બોગસ વિઝા સાથે લોકો પકડાઈ રહ્યા છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. આફ્રિકાના દેશમાંથી યુએસએ તેમજ યુરોપના દેશોમાં ધના દેશના બોગસ પાસપોર્ટના આધારે માનવ તસ્કરી કરવાના મસમોટા કૌભાંડમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ચીટર ટોળકીએ લોકોને ધાના દેશના એરપોર્ટ અધિકારીઓની પાસેથી મુક્ત કરાવવાના નામે 40 લાખ પડાવી લીધા હતા. આ ઉપરાંત ટોળકીએ બોગસ જોબ ઓફર લેટર પણ બનાવ્યા હતા. હાલ તો આ બાબતે પોલીસે બે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ લઇને વધુ તપાસ શરૂ કરી છે.

સુરતની ઇકો સેલની ટીમ દ્વારા વીઝા અપાવવાના નામે રૂા. 6.59 કરોડનું કૌભાંડ આંચરનાર અને ખોલવડમાં રહેતા આકીબ આબીદ મુલતાની, કામરેજના વાલક ગામમાં રહેતો સકીલ લતીફ મહિડાની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં આ બંનેએ મુખ્ય આરોપી ઇરફાન ફારૂક ઉંમરજીની સાથે મળીને આ કૌભાંડ આચર્યું હોવાની કબૂલાત કરી હતી. આકીબ મુલતાની, સકીલ મહિડા તેમજ ઇરફાન ઉંમરજીએ ભેગા મળીને સુરતથી વિદેશમાં જવા ઇચ્છતા તેમજ વિદેશમાં અભ્યાસ અને ત્યાં કામ કરવા ઇચ્છતા લોકોને વિવિધ લોભામણી વાતો આપીને સૌપ્રથમ દક્ષિણ આફ્રિકાના ધાના દેશમાં મોકલ્યા હતા, ત્યાંથી ધાના દેશના બોગસ વિઝા અને પાસપોર્ટના આધારે લોકોને યુએસ, યુરોપ અને યુએસએ મોકલાવતા હતા. આરોપીઓ પોતાની ઇચ્છા પ્રમાણે ઓછામાં ઓછા 20 લાખથી વધુની રકમ લેતા હતા.

5 દિવસના રીમાન્ડ થયા મંજૂર
આ દરમિયાન ધાના દેશમાં બે લોકોને પોલીસે બોગસ પાસપોર્ટની સાથે પકડી પાડ્યા હતા. આ બંને વ્યક્તિને છોડાવવા માટે ચીટર ટોળકીએ 40 લાખ પડાવી લીધા હોવાની વિગતો પણ બહાર આવી છે. આ ચીટર ટોળકીનો ભોગ બનેલા ગાંધીનગરના વેપારીએ ઇકો સેલમાં ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આકીબ અને સકીલની ધરપકડ કરીને તેઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. બંને તરફ હાજર થયેલા વકીલ ઝફર બેલાવાલાએ દલીલો કરીને રિમાન્ડ નામંજૂર કરવા જણાવ્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ બંને આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો. મુખ્ય આરોપી ઇરફાન ઉંમરજી હાલમાં હૈદ્રાબાદ હોવાની વિગતના આધારે પોલીસે પોલીસે તેને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે.

લોકોને ખબર ન પડે તે માટે પોતાના જ ડેબીટ કાર્ડનો ઉપયોગ કરતા
પોલીસના જણાવ્યા પ્રમાણે ચીટર ટોળકી લોકોને પોતાની ઠગાઇનો ભોગ બનાવવા માટે પોતાના જ ડેબીટ કાર્ડ અને મોબાઇલ નંબર નાંખી દેતા હતા. લોકોને ખબર ન પડે તે માટે આરોપીઓ પોતાના ડેબીટકાર્ડ ઉપરથી જ પેમેન્ટ કરતા હતા અને તમામ ફાઇલો પોતાના મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇડીથી જનરેટ કરી પોતાના મળતીયા માણસો સાથે ભેગા મળીને ઇમીગ્રેશન કરવાના નામે રૂા.6.19 કરોડ પડાવી લીધા હતા. આ પૈકી ગાંધીનગરના વેપારી પાસેથી ચીટર ટોળકીએ 1.20 કરોડ રૂપિયા આંગડીયાથી મંગાવ્યા હતા. આ ઉપરાંત જે વધારાની રકમો આવતી હતી તે ભુજમાં વિજયભાઇ નામના વ્યક્તિને આંગડીયા મારફતે ટ્રાન્સપર કરતા હતા.

    follow whatsapp