ગાંધીનગર: રાજ્યમાં વાવાઝોડાને લઈ ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ મહત્વની જાણકરી આપી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં વાવાઝોડાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. બીજી તરફ રાજ્યમાં 263 રસ્તા પ્રભાવિત થયા હતા. જેમાંથી 260 રસ્તા શરૂ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
રાજ્યમાં વાવાઝોડાથી એક પણ મોત નથી થયું
ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે તોફાનના કારણે લગભગ 22 લોકો ઘાયલ થયા છે. જો કે હજુ સુધી કોઈનું મોત થયું નથી. 23 પશુઓએ જીવ ગુમાવ્યા છે. 524 વૃક્ષો પડી ગયા છે. કેટલીક જગ્યાએ વીજ થાંભલા પણ પડી ગયા છે. ત્યારે વાવાઝોડાને પગલે એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતુ. બીજી તરફ કેશ ડોલ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
260 રસ્તા શરૂ કરાયા
ફાયરની ટીમે આદેશ અનુસાર ટ્રી કટિંગ અને રેસ્ક્યુ માટે એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. કચ્છમાં એનડીઆરએફની ટીમ રેકી માટે બહાર નીકળી છે. નલીયા, લખપત, નખત્રાણા, માંડવી, ગાંધીધામ સહીત વિસ્તારો મા એનડીઆરએફની ટીમ રેકી માટે નીકળી છે. કચ્છમાં ડેપ્યુટ કરવામા આવેલી ટીમ વિસ્તારની સ્થિતિ જાણવા એનડીઆરએફની ટીમ ફરીને રેકી કરશે. વાવાઝોડાથી પ્રભાવિત 263 રસ્તા મા થી 260 રસ્તા શરૂ કરવામાં આવ્યા છે.
વાવાઝોડાને લઈ 5120 વીજપોલ જમીનદોસ્ત
વાવાઝોડા ના કારણે 5120 વિજપોલ ધરાશાયી થયા છે. ત્યારે ધરાશાયી થયેલી વિજપોલ મા 1320 રીસ્ટોર થઈ ચૂક્યા છે. બીજી તરફ રાજ્યના 4629 ગામો વીજળી ગૂલ થઈ હતી. ત્યારે અત્યાર સુધીમાં 3580 ગામોમા વિજળી રીસ્ટોર કરવામા આવી.
ADVERTISEMENT