ભુચરમોરીની ધરા પર 5000 રાજપૂતોએ તલવારબાજી કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

દર્શન ઠક્કર/જામનગર: ધ્રોલ ખાતે આવેલા ઐતિહાસિક શહિદભૂમી ભુચરમોરી ખાતે 31મો ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ યોજવામાં આવ્યો હતો. ભુચરમોરી ખાતે ખેલાયેલા આસરા ધર્મના યુદ્ધ દરમિયાન રાજપૂત…

gujarattak
follow google news

દર્શન ઠક્કર/જામનગર: ધ્રોલ ખાતે આવેલા ઐતિહાસિક શહિદભૂમી ભુચરમોરી ખાતે 31મો ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ યોજવામાં આવ્યો હતો. ભુચરમોરી ખાતે ખેલાયેલા આસરા ધર્મના યુદ્ધ દરમિયાન રાજપૂત સહિત અનેક જ્ઞાતિના વીર શહીદ થયા હતાં. જેને હાલાર પંથકના રાજપૂત સમાજ દ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવે છે. જેના ભાગરૂપે છેલ્લા ૩૦ વર્ષથી ભુચરમોરી શહીદ સ્મારક સમિતિ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવે છે.

હજારો રાજપૂતોએ તલવારબાજી કરી રેકોર્ડ બનાવ્યો
આજે શીતળા સાતમના રોજ ધ્રોલ ભૂચરમોરી ખાતે ૩૧માં ભુચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહમાં 5000 રાજપૂત યુવાઓએ સવારે 10 વાગ્યાથી 11 મિનિટ સુધી તલવારબાજી કરી “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન” માં સ્થાન મેળવ્યો હતો. જે બદલ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની નિરિક્ષણ ટીમના અશ્વિન ત્રિવેદી દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રની ધરા પર વીર યોદ્ધાઓની આહુતિ
આ સમારોહમાં કેન્દ્રીય જળશક્તી મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, ભુચરમોરીની આ પવિત્ર ધરતી પર દેશ અને ધર્મ કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોને હું નમન કરું છું. આ ધરતીની માટી પર શહીદોનું લોહી રેડાતા ચંદન બની છે. સૌરાષ્ટ્રની આ ધરતી પર વીર યોદ્ધાઓની ગાથા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આજે 5000 યુવાઓએ તલવારબાજીથી વિશ્વ રેકોર્ડ સર્જ્યો તે એ વાતની પ્રતીતિ કરાવે છે કે યુવાનો દેશ માટે બલિદાન આપવા આજે પણ તૈયાર છે. સૌરાષ્ટ્રની આ ધરતીના અનેક વીર યોદ્ધાઓ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે. ભૂચર મોરીની ઘરા, ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી, સોમનાથનું મંદિર આ સ્થળોએ ધર્મનો વિજય થયો છે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં ચારે યુગનું વર્ણન કરી દેશના વીર યોદ્ધાઓનું વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બાળક જન્મ લે ત્યારથી જ માતા તેને પારણામાં જુલવતી વખતે શૌર્યગાથાઓ સંભળાવે છે. અને અભિમન્યુ જેવા વીર યોદ્ધાઓએ તો માતાના ગર્ભમાં જ ધર્મનું રક્ષણ કરવાની સમજ કેળવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણાં દેશનો સતત વિકાસ થઈ રહ્યો છે. દેશના પરિવર્તનમાં અનેક વીરોનું પણ યોગદાન રહેલું છે.

    follow whatsapp