GSSSB Exam : નવા વર્ષમાં ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતાં નવા યુવા માટે શુભ સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર આગામી 15 દિવસમાં જ વર્ગ 3ની 5 હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પડાશે.
ADVERTISEMENT
ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ લેશે
આગામી દિવસમાં ફોરેસ્ટ બિટગાર્ડની પરિક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ લેશે. આ પરીક્ષામાં 4.18 લાખ ઉમેદવારો ભાગ લેશે. 8 ફેબ્રુઆરીથી કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ લેવાશે. આ પરીક્ષા 11 જિલ્લાના સેંટરો પર લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોજના 50 હજાર ઉમેદવારો પરિક્ષા આપશે.
વર્ગ 3ની ભરતી માટે નિયમોમાં પણ કેટલાંક ફેરફાર કરાયા
બીજી બાજુએ ગઇકાલે સરકારે વર્ગ 3ની ભરતી માટે નિયમોમાં પણ કેટલાંક ફેરફાર કર્યા હતા. જેમ કે, હેડક્લાર્ક, ઓફીસ આસિસ્ટન્ટ સહસહિત વિવિધ સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. આ અંગે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેથી વર્ગ-3 ની પરીક્ષા પણ બે તબક્કામાં આયોજીત થશે.
જાણો કઇ પદ્ધતીથી પરીક્ષાનું આયોજન થશે
જેમાં પ્રથમ પરીક્ષા MCQ આધારિત હશે ત્યાર બાદની પરીક્ષા મુખ્ય પરીક્ષા લેવાશે. પ્રથમ પરીક્ષા MCQ આધારિત હશે અને ત્યાર બાદની પરીક્ષા લેખીત સ્વરૂપે લેવાશે. જો કે જુનિયર ક્લાર્કની પરીક્ષાને તેમાંથી બાકાત રાખવામાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા માત્ર MCQ આધારિત જ રહેશે.
ADVERTISEMENT