BREAKING: ડમીકાંડમાં વધુ 5 આરોપીઓની ધરપકડ, ડમી ઉમેદવારથી પાસ થનાર તલાટી કમ મંત્રી પકડાયો

ભાવનગર: ભાવનગરમાં સામે આવેલા ડમીકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. ડમીકાંડમાં પોલીસે આજે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર મામલે અત્યાર સુધીમાં 44…

gujarattak
follow google news

ભાવનગર: ભાવનગરમાં સામે આવેલા ડમીકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. ડમીકાંડમાં પોલીસે આજે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર મામલે અત્યાર સુધીમાં 44 લોકો સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જેમાં 14 જેટલા આરોપીઓ અત્યાર સુધીમાં જેલના હવાલે કરવામાં આવ્યા છે.

તલાટી કમ મંત્રીની ધરપકડ
ડમીકાંડમાં પકડાયેલા વધુ પાંચ આરોપીમાંથી 1 હસમુખ ભટ્ટ છે, જેણે પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર જયેશ દેવાણાને પરીક્ષામાં બેસાડ્યો હતો અને હાલમાં તે તલાટી કમ મંત્રી તરીકે તળાજાના કેરાળા ગામે ફરજ બજાવી રહ્યો હતો. જ્યારે આ બાદ જયદિપ ભેડાની ધરપકડ કરવામાં આવી છે. જયદીપે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં કૌશિક જાનીની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી.

ધો.10-12 બોર્ડની પરીક્ષા આપનારો ડમી વિદ્યાર્થી પકડાયો
જ્યારે દેવાંગ રામાનુજ નામના ઉમેદવારે ગ્રામ પંચાયતની પરીક્ષામાં પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર બેસાડ્યો હતો. તેની પણ ધરપકડ કરાઈ છે. આ સાથે યુવરાજસિંહ પરમાર નામના MPHWના અસલી ઉમેદવારની પણ ધરપકડ કરવામાં આવી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, હિરેન જાની નામનો ઉમેદવાર ધો.10ના બે વિદ્યાર્થીના ગણિત અને વિજ્ઞાનના પેપર સાથે ધો.12ના એક વિદ્યાર્થીના તમામ સાત પેપર આપ્યા હતા. જ્યારે પંચાયતની પરીક્ષામાં તેની જગ્યાએ અન્ય ડમી ઉમેદવાર બેસાડાયો હતો.

    follow whatsapp