સુરત: ચાઈલ્ડ રેપ કેસમાં 5 વર્ષમાં 8 દોષિતોને ફાંસીની સજા, છતાં વધી રહ્યા છે ગુનાના બનાવ

સુરત: સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. તેમાં પણ નિર્દોષ બાળકીઓ પર બળાત્કાર અને હત્યાના બનાવો છેલ્લા કેટલાક સમયમાં વધ્યા છે જે ચિંતા…

gujarattak
follow google news

સુરત: સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. તેમાં પણ નિર્દોષ બાળકીઓ પર બળાત્કાર અને હત્યાના બનાવો છેલ્લા કેટલાક સમયમાં વધ્યા છે જે ચિંતા જગાડી રહ્યા છે. ખાસ કરીને આવા ગુનાઓમાં આરોપીઓને કડકમાં કડક સજા સાથે ફાંસીની સજા અપાવવા પોલીસ કાર્યવાહી કરતી હોય છે. જોકે તેમ છતાં ચાઈલ્ડ રેપની ઘટનાઓ સતત સામે આવી રહી છે.

છેલ્લા પાંચ વર્ષમાં પોક્સોના કેટલા કેસ નોંધાયા?
છેલ્લા પાંચ વર્ષમાં પોક્સો અંતર્ગત નોંધાયેલા આંકડા પર નજર કરીએ તો 2018માં પોક્સોમાં 274, 2019માં 358, 2020માં 290, 2021માં 309 અને 2022ના વર્ષમાં કુલ 303 પોક્સોના કેસ નોંધાયા હતા. આમ 2018ની તુલનાએ 2022માં પોક્સોના 28 કેસો વધારે નોંધાયા હતા.

બળાત્કારના કેસમાં 8 દોષિતોને ફાંસી
તાજેતરમાં જ સુરતની સેશન્સ કોર્ટ દ્વારા કતારગામમાં બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરનારા આરોપી મુકેશ પંચાલને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. સુરતમાં અત્યાર સુધીમાં 5 વર્ષમાં આવા કિસ્સાઓમાં 8 જેટલા દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી ચૂકી છે. ઉપરાંત 1 જ વર્ષમાં પોક્સો સહિતના કેસોમાં 60થી વધુ દોષિતોને સજા ફટકારવામાં આવી છે. જોકે તેમ છતાં પણ પોક્સોના કેસ વધી રહ્યા છે.

    follow whatsapp