રાજેશ આંબલિયા.મોરબીઃ 45 જેટલા પાકિસ્તાની નાગરિકો મોરબી ખાતે આવ્યા છે. મહિલાઓ અને બાળકો સહિત 45 જેટલા પાક નાગરિકો મોરબી આવી તેઓ શરણાર્થી તરીકે ભારતમાં રહેવા માંગતા હોવાની વાત કરી રહ્યા છે. હરિદ્વાર ખાતે ટુરિસ્ટ વિઝા પર આવેલા 45 હિન્દુ પાકિસ્તાની નાગરિકો બનાસકાંઠા થઈ મોરબી આવી પહોંચતા પોલીસ સહિતના વિભાગો દોડતા થયા છે. પાકિસ્તાનથી મોટી સંખ્યામાં લોકો આવીને હાલમાં જિલ્લા કલેકટર કચેરી નજીક આવેલ કોળી ઠાકોર જ્ઞાતિની વાડીમાં આશરો મેળવ્યો છે.
ADVERTISEMENT
મોરબીમાં આશરો લેવાની કરી રહ્યા છે માગ
ગતરાત્રે 45 જેટલા પાકિસ્તાની હિન્દુ નાગરિકો મોરબી આવી પહોંચ્યા હતા. પાકિસ્તાનથી યાત્રાધામ હરિદ્વાર ખાતે ટુરિસ્ટ વિઝા પર આવેલા પાકિસ્તાની નાગરિકો બનાસકાંઠા થઈને મોરબી પહોંચ્યા છે. વધુમાં મહિલાઓ અને બાળકો સહિત 45 જેટલા લોકો ગતરાત્રીથી મોરબી આવી પહોંચી અત્રેની જિલ્લા કલેકટર ઓફીસ પાછળ આવેલી ઠાકોર કોળી સમાજની વાડી ખાતે રોકાયા છે. પાકિસ્તાની નાગરિકો મોરબી આવ્યા હોવાની ઠાકોર કોળી સમાજના આગેવાનોએ તંત્રને જાણ કરી છે. પાકિસ્તાની નાગરિકો પોતે શરણાર્થીઓ હોવાથી અને ભારતમાં સરકાર મોરબીમાં આશરો આપે તેવી માંગ કરી રહ્યા છે.
કચ્છમાં Amulની છાશ, દૂધ અને દહીંનું સેવન કર્યા બાદ 450થી વધુને ફૂડ પોઈઝનિંગ? તપાસના આદેશ અપાયા
બનાસકાંઠામાં રહેવા માગતા હતા પણ…
ગતરાત્રીથી પાકિસ્તાની નાગરિકો મોરબી આવ્યા હોવાથી પોલીસ વિભાગ હાલમાં દોડતો થયો છે. આ મામલે જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે, પોલીસ આ બનાવની તપાસ કરી રહી છે. એસપીને પૂછતાં તેઓએ આ અંગે તપાસ ચાલુ હોય માહિતી મેળવાઈ રહી હોવાનું જણાવ્યું હતું. એસ પી રાહુલ ત્રિપાઠીનું કહેવું છે કે, કદાચ મિસ કોમ્યુનિકેશનથી આ લોકો અહીં આવી ગયા હોય એવું લાગી રહ્યું છે. હાલમાં એલ આઈ બી વિભાગ દ્વારા પાકિસ્તાની લોકો કેમ મોરબી આવ્યા અને તેનું કારણ શું તે જાણવા તપાસ ચલાવી રહ્યો છે. પાકિસ્તાનથી આ નાગરિકો ટુરિસ્ટ વિઝા પર હરિદ્વાર આવ્યા હતા અને ત્યાંથી બનાસકાંઠા પહોંચ્યા હતા. બનાસકાંઠામાં બે મહિના જેટલો સમય વિતાવ્યો હતો. બનાસકાંઠામાં શરણાર્થી તરીકે રહેવાની ઈચ્છા દર્શાવી હતી પણ તંત્રએ કહ્યું હતું કે આ બોર્ડર એરિયા છે એટલે તમે અહીં ન રહી શકો નજીકમાં મોરબી છે ત્યાં જાવ એટલે આ પાકિસ્તાની નાગરિકો મહિલાઓ અને બાળકો સાથે મોરબી આવી ગયા હોવાનું પાક નાગરિકો કહી રહ્યા છે.
ADVERTISEMENT