Anand Rape Case: ગુરુ વિના જ્ઞાન નહીં એવું આપણા શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે. પરંતુ આજે એક એવી ઘટના સામે આવી છે જે કથામાં ગુરુ જ હેવાન બન્યો છે. સમગ્ર ઘટના આણંદની છે. આંકલાલ તાલુકાની માધ્યમિક શાળાના પીટી શિક્ષકે ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચાર્યું છે. સગીરાની પૂછપરછમાં લંપટ શિક્ષકની કરતૂત બહાર આવતા પોલીસે ગુનો નોંધીને લંપટની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
મીઠી-મીઠી વાતો કરીને ફસાવી
પ્રાપ્ત વિગતો અનુાસાર, આંકલાલ તાલુકાની એક માધ્યમિક શાળામાં મૂળ અડાસ ગામનો 42 વર્ષીય જયેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાજ છેલ્લા એકાદ વર્ષથી કોન્ટ્રાક્ટમાં પીટી શિક્ષક તરીકે ફરજ બજાવતો બજાવતો હતો. આ દરમિયાન તે ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરાના પરિચરમાં આવ્યો હતો. જે બાદ તેણે સગીરાને સ્પોર્ટ્સમાં આગળ વધે અને ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવી વાતો કરીને ફસાવી હતી. તેણે સગીરાને અનેક લાલચો આપીને ફસાવી હતી.
આ પણ વાંચોઃ Amitabh Bachchan મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ, સવારે કરાઈ એન્જીયોપ્લાસ્ટી સર્જરી
સગીરા ગાયબ થઈ જતાં પરિવારે નોંધાવી ફરિયાદ
ગત 1 માર્ચના રોજ દરરોજની જેમ શાળાએ ગયેલી સગીરા સાંજ સુધી ઘરે ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. જોકે, સગીરાનો કાઈ અત્તોપત્તો ન મળતા તેઓ આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં વધુ એક ગ્રીષ્માકાંડ જેવી ઘટના, પાગલ પ્રેમીએ પ્રેમિકાને ગુપ્ત ભાગમાં છરીના ઘા માર્યા
પોલીસની તપાસમાં આપ્યો સાથ
પોલીસ ફરિયાદ નોંધાવતી વખતે જ પરિવારજનોએ શિક્ષક પર આરોપ લગાવ્યો હતો. જોકે, શિક્ષકે આની પાછળ પોતાનો હાથ ન હોવાનું જણાવ્યું હતું અને તે તપાસમાં સાથ આપવા લાગ્યો હતો. જ્યારે પોલીસે આ મામલે કાર્યવાહી તેજ કરી, ત્યારે પોતે ફસાઈ જશે તેવું લાગતા તેણે બે દિવસ પહેલા જ સગીરાને વાસદ પાસે મુકીને ચાલ્યો ગયો હતો અને તેને એક સ્ક્રિપ્ટ ગોખાવી દીધી હતી. જે તેને પોલીસ સમક્ષ કહેવા જણાવ્યું હતું.
સગીરાએ કરી કબૂલાત
જે બાદ સગીરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. જેમાં પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવતા સગીરાએ શિક્ષકની કરતૂત જણાવી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, તે લગ્નની લાલચ આપીને ડાકોર પાસે આવેલા પિલોદ ગામે તેના મિત્રના ઘરે લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસે સગીરાનું નિવેદન નોંધીને પીટીના લંપટ શિક્ષકની ધરપકડ કરીને તેને જેલના સળિયાની પાછળ ધકેલી દીધો છે.
ADVERTISEMENT