આણંદમાં પાર્ટી ડ્રગ્સ સાથે ભાજપના નેતાના પુત્ર સહિત ચાર ઝડપાયા

આણંદ: જિલ્લાના સોજીત્રામાંથી પોલીસે દરોડો પાડીને ચાર જેટલા વ્યક્તિઓને પાર્ટી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. આ ડ્રગ્સ પાર્ટીમાંથી રાજકોટ તાલુકા ભાજપના મંત્રી સુરેશ રૈયાણીનો પુત્ર…

gujarattak
follow google news

આણંદ: જિલ્લાના સોજીત્રામાંથી પોલીસે દરોડો પાડીને ચાર જેટલા વ્યક્તિઓને પાર્ટી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. આ ડ્રગ્સ પાર્ટીમાંથી રાજકોટ તાલુકા ભાજપના મંત્રી સુરેશ રૈયાણીનો પુત્ર પણ પકડાયો છે. હાલમાં પોલીસે આ ચારેય આરોપીઓને ઝડપીને તેમની પાસેથી 19.680 ગ્રામ જેટલું ડ્રગ્સ જપ્ત કર્યું છે.

આણંદ જિલ્લા પોલીસને બાતમી મળી હતી કે, ચાર જેટલા શખ્સો એમ.ડી ડ્રગ્સ સાથે સોજીત્રા આવી રહ્યા છે. જેના આધારે SOGની ટીમે નાકાબંધી કરીને એક કારમાં જતા ચાર જેટલા યુવકોને અટકાવીને તપાસ કરી હતી. જેમાં તેમની પાસેથી પાર્ટી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ કારમાં રાજકોટ તાલુકા ભાજપના મંત્રી સુરેશ રૈયાણીનો પુત્ર રોહન પણ હતો.

હાલમાં આ સમગ્ર મામલે સોજીત્રા પોલીસ મથકમાં ચારેય યુવકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી 19.680 ગ્રામ જેટલું પાર્ટી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 1.96 લાખ જેટલી થવા જાય છે. પોલીસે ચારેય યુવકો સામે ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

    follow whatsapp