Dwarka News: દ્વારકામાંથી એક દુઃખદ બનાવ બન્યો છે. જેમાં એક મકાનમાં વહેલી સવારે આગ લાગતા એક જ પરિવારના 4 સભ્યોના દુઃખદ અવસાન થયા છે. બ્રહ્મ સમાજના ચાર લોકોના અવસાનથી સમાજમાં ભારે શોક વ્યાપી ગયો છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
વહેલી સવારે ફાટી નીકળી આગ
મળતી માહિતી અનુસાર, દ્વારકા શહેરના આદિત્ય રોડ ખાતે રહેતા પાવન કમલેશ ઉપાધ્યાયના ઘરે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. જોત-જોતામાં આખું ઘર આગની ઝપેટમાં આવી ગયું હતું. આ અંગેની જાણ થતાં વહેલી સવારે DYSP સહિતનો કાફલો દોડી આવ્યો હતો.
આગમાં એક જ પરિવારના 4 લોકો મોત
આ દુર્ઘટનામાં પાવન કમલેશ ઉપાધ્યાય (ઉં.વ 30), તિથિ પાવન ઉપાધ્યાય (ઉં.વ 27), ધ્યાના પાવન ઉપાધ્યાય (ઉં.વ 7 માસ), ભામિનીબેન કમલેશભાઈ ઉપાધ્યાય (પાવનના માતા)નું મૃત્યુ નિપજ્યું છે.
બ્રહ્મ સમાજમાં ભારે શોક
આ આગ કેટલી ભયાનક હશે તે ઘરની હાલત પરથી જોઈ શકાય છે, ઘરના ધાબા પાસેની દિવાલ આગના કારણે કાળી થઈ ગઈ છે. હાલ તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
ઈનપુટઃ રજનીકાંત જોશી, દ્વારકા
ADVERTISEMENT